ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • બસ રોજ આટલું કરો , તે પછી ૧૦૦ વર્ષ જીવો

    નિરોગી રહેવા આપણા વડીલોએ, અનુભવીઓએ બહુ સુંદર સુંદર જોડકણાં આપણને આપ્યાં છે એ વાંચી અમલ કરી નિરોગી બની સૌ સુખી થઈએ એવી અભ્યર્થના પેહલું સુખ તે જાતે નર્યા આ કહેવતની બધાને ખબર તો છે પણ શરીર સાચવવા બધા બેખબર રહે છે. શરીરમ્ આદ્યમ ખલુ ધર્મ સાધનમ્ આપણું શરીર જ ધર્મ સાધનાનું શ્રેષ્ઠ સાધન છે એવું…

  • સોજા, સંધીવા, સાયટીકા, કમર, સાથળ, પડખા, પીઠ, ઢીંચણ, પીંડી, તથા પગના તળીયામાં થતો દુઃખાવો માટે 100% અસરકારક ઉપચાર

    અજમોદ, વાવડીંગ, સીંધવ, ચીત્રકમુળ, પીપરીમુળ, દેવદાર, લીંડીપીપર, વરીયાળી અને કાળાં મરી દરેક ૧૦-૧૦ ગ્રામ, હરડે ૫૦ ગ્રામ અને વરધારો ૧૦૦ ગ્રામને ભેગાં ખાંડી બનાવેલા ચુ્ર્ણને અજમોદાદી ચુર્ણ કહે છે. (આ ચુર્ણના બીજા પાઠમાં અજમોદ, વાવડીંગ, સીંધવ, ચીત્રકમુળ, પીપરીમુળ, દેવદાર, લીંડીપીપર, સુવાદાણા, અને કાળાં મરી, દરેક એક ભાગ, હરડે પાંચ ભાગ, વરધારો ૧૦ ભાગ અને સુંઠ…

  • પેશાબમાં રસી, ડાયાબિટીસ, મોંમા ચાંદા મટાડવા માટે માત્ર એક ઔસધ

      સંસ્કૃતમાં ઉદુમ્બર ના નામે ઓળખાતું ઉંબરાનું વૃક્ષ બંગાળીમાં હુમુર, હિન્દીમાં ગૂલર, ફારસીમાં અંજીરે આદમ તરીકે ઓળખાય છે.વડ કુળ નું આ વૃક્ષ કીટકો, પ્રાણીઓ અને પક્ષીઓ માટે કલ્પવૃક્ષ સમાન છે. ઉંબરા ના વૃક્ષ પર ગોળ-ગોળ અંજીરના આકારના ફળ આવે છે. તેના લીંબુ જેવડા ફળ પાકે ત્યારે લાલાશ રંગ પકડે છે. આ ઝાડ પર ફૂલો આવતા નથી. આ ઝાડ ના પાંદડા લાભેડા…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles