ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ઘરેજ આ બધી વસ્તુની સફાઈ સાવ ઓછા ખર્ચમાં કરો

    સ્ટેપ બાય સ્ટેપ પાણીના ફિલ્ટરને સાફ કરવાની રીત પાણીનો પુરવઠો બંધ કરો: શરૂઆતમાં જ પાણીના પુરવઠા ભંડારને બંધ કરો જેથી પાણી ન વહે શે. ફિલ્ટર કાઢો: ફિલ્ટર હાઉસિંગને ખોલો અને ફિલ્ટર કાર્ટ્રિજ કાઢો. ફિલ્ટર કાર્ટ્રિજ તપાસો: કાર્ટ્રિજમાં કોઈ પણ કચરું અથવા નુક્સાન છે કે કેમ તે તપાસો. જો જરૂરી હોય તો નવા બદલી નાખો .…

  • બાળકોને મનપસંદ અલગ અલગ પ્રકાર ના નાસ્તા બનાવવા માટેની રીત

    બાળકો અને મોટા બધાને મજા આવે તેવી નાસ્તાની રેસીપી સાથે આજે મળિયા છીએ જો તમને અમારી આ રેસીપી પસંદ આવે તો કમેન્ટ કરજો અને જો અવનવી બીજી રેસિપીને રીત જાણવા માંગતા હોય તો પણ કમેન્ટ કરજો આજે બાળકોને મનપસંદ ઢોસાની રીત એ પણ ચણાના લોટમાં ફક્ત પાંચ જ મીનીટમાં બનીને તૈયાર થશે અને બીજી રેસીપી…

  • ફ્રીઝરમાં જામેલ વધારાનો બરફ દુર કરવા માટેની ટીપ્સ

    દરેક મહિલાઓને ઘરમાં કામમાં આવે તેવી ઘરગથ્થુ ટિપ્સ રસોઈ ટિપ્સ અને કિચન ટિપ એક સાથે શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે ફ્રીજમાં બરફ જામી જવાની તકલીફ ઊભી થઈ છે ફ્રીજ ધીમો રાખવા છતાં ફ્રીઝર ના ખાનામાં ખૂબ બરફ જામી જાય છે અને આ બરફ વારંવાર સાફ કરવામાં ઘણી બધી પરેશાની સહન કરવી પડે છે…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles