ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ખૂબજ ગુણકારી છે ચારોળી ખાસ કરીને ગમે એવા થાકને છૂમંતર કરે છે

    ઘરમાં સૂકા મેવા તરીકે પ્રયોગ કરવામાં આવતી ચારોળી માત્ર રસોઇ બનાવવા પૂરતી જ ઉપયોગી નથી પરંતુ અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ ચારોળી બહુ જ લાભપ્રદ સાબિત થાય છે. આપણે ત્યાં જે ઘરોમાં દૂધપાક બનતો હશે તેઓ ‘ચારોળી’થી પરિચિત હશે. દૂધપાક બનાવતી વખતે ચારોળી અચૂક નાખવામાં આવે છે. એ સિવાય દૂધ અને દૂધની મીઠાઈઓમાં પણ તેનો…

  • પ્રોટીન, ફાઇબર, વિટામિન અને હીમોગ્લોબીનથી ભરપૂર વાલોળના ફાયદા

    વાલોળનું શાક તમારા ઘરે બનતુ જ હશે, ક્યારેક રિંગણ સાથે કે ઉંઘિયામાં તમે વાલોળનો સ્વાદ લીધો જ હશે. દરેકના ઘરમાં આ શાક અલગ-અલગ રીતે બનતુ હોય છે. જોકે આ શાક તમારા પરિવારમાંથી ઘણા લોકોને ભાવતુ નહી પરંતુ આ શાકના ફાયદા જાણશો તો ચોક્કસથી ભાવવા લાગશે. પ્રોટીન, ફાઇબર, વિટામિન અને ખનીજ તત્વોથી ભરપૂર વાલોળ વજન ઘટાડવાથી…

  • કોલેસ્ટ્રોલ તથા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં તેમજ બી12 માટે અસરકારક ફળ | vitamin b12

    કોલેસ્ટ્રોલ અને બીપી ને નિયત્રણ કરવા આટલું કરો કોઠાં : કોઠાં એવું જ એક ફળ છે જેનું ઝાડ વધારે મહેનત કરાવ્યા વગર આપ મેળે જ ઉગી જાય છે. કોઠાં વિટામિન બી 12 નો સારો સ્ત્રોત છે. તેના દ્વારા જાત-જાતના ખાદ્ય પદાર્થ તૈયાર કરવામાં આવે છે, જેવા કે જેમ, જેલી, શરબત, ચોકલેટ અને ચટણી વગેરે. બ્લડ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles