ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • શિયાળાનું ઉત્તમ ટોનિક એટલે ગાજર જાણો તેના ફાયદા વીશે

    શિયાળાનું ઉત્તમ ટોનિક એટલે ગાજર. શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં લાલ ગાજર મળતા હોય છે. ગાજરમાં વિટામિન એ અને બીજાં અનેક પોષક તત્વો રહેલાં છે. ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક છે. ગાજરમાંથી અનેક વાનગીઓ બને છે. ગાજરનો હલવો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે ગાજરનું કચુંબર પણ ખૂબ જ સરસ લાગે છે. બિરિયાની પુલાવમાં પણ ગાજરનો ઉપયોગ…

  • હિમોગ્લોબીન વધારવાથી હાડકા મજબુત કરવાનું કામ છે આ ફ્રુટ ડેન્ગ્યુના દર્દીઓએ ખાસ આનું સેવન કરવું જોઈએ

    આ ફળને જોયું પણ નથી એટલે ચાખ્યું પણ નહિ હોય. જોકે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉત્તમ ગણાતું આ ફળ ના ફાયદા જાણ્યા બાદ અનેક લોકો તેના છોડની માંગ કરતાં જોવા મળે છે. કેટલાય લોકોએ ઘરમાં જ આ ફળ વાવ્યું છે, જોકે આ ફળ ધીરજ માંગે તેવું છે, છોડ વાવ્યાના બે વર્ષ પછી આના ઉપર ફળ ઉગે છે,…

  • શિયાળામાં હાથ-પગની આંગળીઓમાં આવી જાય છે સોજા તો કરો આ ઘરેલું ઉપાય

    શિયાળાની ઋતુમાં ત્વચાથી સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ ઋતુમાં હાથ અને પગની આંગળીમાં સોજા આવવા સામાન્ય વાત છે. ઘણાં લોકોની આંગળીઓ લાલ, હાથ-પગમાં દુખાવો,ખંજવાળ, જલનની સાથે જ ચામડી પણ ઉતરવા લાગે છે. પરંતુ યોગ્ય સમયે આ સમસ્યાઓનો ઉકેલ ન કરવામાં આવે તો સ્કિન ઇંફેક્શનનો ખતરો વધી શકે છે. તો એવા કેટલાક ઘરેલું નુસ્ખાઓ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles