ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • આ ચિહનો હોય તો ચેતજો હોય શકે છે કિડનીના રોગો

    કિડનીનાં જુદા જુદા રોગોના અલગ અલગ ચિહનો હોય છે. જે રોગ નાં પ્રકાર અને તીવ્રતા પર આધાર રાખે છે. ઘણી વખત ચિહનો કિડની સંબધીત તકલીફ દર્શાવતા નથી. અને કીડનીને કારણે સામાન્ય તકલીફ હોય તેવા દર્દીઓમાં વહેલું નિદાન થઇ શકતું નથી. સામાન્ય જોવા મળતા ચિહનો. મોં અને પગ પર સોજા:સામાન્ય રીતે કિડનીની તકલીફ વાળા દર્દીઓમાં મોં,…

  • સવારના નાસ્તામા ખવાતા પૌઆના ફાયદા વીશે શુ તમે જાણો છો?

    આયર્નથી સભર પૌંઆ ઉત્તમ નાસ્તો છે પૌંઆ અથવા પોહા બધાને માટે સૌથી વધુ પ્રિય ખોરાકમાંનો એક છે અને માત્ર ગુજરાતીઓ જ નહીં, પરંતુ તમામ ભારતીય લોકો પૌંઆની વિવિધ વાનગીઓ નાસ્તામાં ખાય છે. રાજસ્થાનમાં પૌંઆને ભજિયાના ટોપિંગ સાથે ખાવામાં આવે છે, જ્યારે ઘણી જગ્યાએ તેમાં મગફળી, કાકડી, વટાણા વગેરે ઉમેરવામાં આવે છે. બીજી તરફ, મહારાષ્ટ્રમાં પૌંઆમાં…

  • આંખની આંજણીની સમસ્યા દુર કરવા અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર

    આંખની આંજણીની સમસ્યા આંખમાં આંગ્લી થવાની સમસ્યા દરેક ઉંમરના લોકોને થઇ શકે છે . તેમની આંખની પાંપત્રની નીચે અને ઉપર લાલ રંગના દાણા જેવું થઇ જાય છે . ભલે સમસ્યા જોવામાં નાની લાગે પરંતુ તેના કારણે આંખ માં દુખાવો વલન , ખંજવાળ , ખાંખમાંથી પાણી નીકળવાની સમસ્યા થાય છે . બેકરિયા ઉત્પન્ન થવાથી વિટામિન A…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles