ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ઓપરેશન વગર પથરી ઓગળી મુત્રમાર્ગે કાઢવા ઘરેલુ ઉપચાર

    પથરીના આયુર્વેદ ઉપચારો લીંબુના રસમાં સિંધવ-મીઠું મેળવીને ઊભાં ઊભાં પીવાથી પથરી ઓગળી જાય છે. ગાયના દૂધની છાશમાં સિંધવ-મીઠું નાખીને ઊભાં ઊભાં રોજ સવારે ૨૧૨ દિવસ સુધી પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે અને આરામ થાય છે. ગોખરુનું ચૂર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે. ટંકણખારને બારીક વાટી તેનો ભૂકો પાણી સાથે ફાકવાથી પથરીનો…

  • શરીરમાંથી કળતર, સ્નાયુના દુખાવા દૂર કરવા માટે અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર કાઢવા કરો

    શારીરિક કળતર મટાડે તેવા ઉપચારસ્ત્રી હોય કે પુરુષ શારીરિક ક્ષમતા, ઉત્સાહ અને જરૂરી બળથી જ રોજબરોજના સામાન્ય કામ અને ઘરકામ, અભ્યાસ, રસોઈ, સફાઈ, ઓફિસ-વ્યવસાય સબંધિત ફરજ નિભાવી શકાય છે. પ્રોઢાવસ્થા દરમ્યાન કે વૃદ્ધાવસ્થામાં હાડકાનાં ઘસારા, સ્નાયુની નબળાઈ, સાંધાના રોગ અને અશક્તિ પૈકી એક અથવા એકથી વિશેષ કારણને લીધે વ્યક્તિની ઉઠવા-બેસવાની રીત, ગતિમાં ફરક દેખાય છે.…

  • હ્રદયરોગ, અસ્થિભંગ, અને મેદવૃધ્ધિ માટે શ્રેષ્ઠ અર્જુન ચૂર્ણ

    અર્જુન ચૂર્ણ હ્રદયરોગ, અસ્થિભંગ, અને મેદવૃધ્ધિ માટે શ્રેષ્ઠ યોજના – અર્જુનના વૃક્ષ ઉપરથી કે ગાંધીને ત્યાંથી ખરીદી લાવી અર્જુન (સાજડ કે સાદડ) ની છાલ બારીક ખાંડવી. સેવનવિધિ – ૧ થી ૧૦ ગ્રામ સુધી દિવસમાં બેત્રણ વખત દૂધ સાથે લઈ શકાય તે લેવાની સૌથી સારી રીત તો તેની ખીર અથવા દૂધપાક (ક્ષીરપાક) રૂપે લેવું તે છે. ૧ કપ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles