ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • શિયાળામા સ્કીન સુવાડી બનાવવા અને ચામડીના અનેક રોગો દુર કરવાના ઉપચાર

    ચામડીના રોગો ( સ્કિન ડીસીસ ) ગ્લીસરીન, ગુલાબજળ અને લીંબુનો રસ સરખેભાગે લઈ શીશીમાં ભરી તેનું માલીશ કરવાથી ચામડી સાફ બને છે અને ચીરા પડ્યા હોય તે મટે છે. મુળાના રસમાં થોડું દહિં મેળવી ચહેરા ઉપર લગાડવાથી ચહેરો ચમકીલો બને છે. એક ડોલ ગરમ અથવા ઠંડા પાણીમાં એક લીંબુ નીચોવી તે પાણીના સ્નાન કરવાથી ચામડી…

  • જાણો ખાવા પીવાની કેટલીક કુટેવો જે તમને નુકસાન કરી શકે છે તો આજે જ બંધ કરો

    જાણો…ખાવા પીવાની કેટલીક કુટેવો ; જે તમને નુકસાન કરી શકે…આ તેવો સુધારવા પ્રયત્ન કરવો… નિયમ માં જડતા જરૂરી નથી (૧) અધિક પાણી પીવું : એકી વખતે વધારે પાણી પીવાથી આમ(અપચો)વધે છે. અને આમથી ધીરે – ધીરે અનેક રોગો ઉત્પન્ન થાય છે. (ર) સરબત/તૈયાર જ્યુસ વગેરે વધુ પીવા: ખાંડ મેળવેલું પાણી પીવાથી કફ વધે છે અને…

  • કોકમનુ શરબત પીવાથી થતા ફાયદા વીશે વધુમાં વાંચો અને શેર કરો

    પરિચય :કોકમ પણ આમલીની જેમ રસોઇને સ્‍વાદિષ્‍ટ બનાવે છે. તે આમલીના જેટલું નુકસાનકર્તા નથી. કોકમની બે જાત છે. કાળાં અને સફેદ. કાળાં કોકમ ઓછા પ્રમાણમાં નુકસાનકર્તા છે પણ આમલી જેટલાં નહિ. સફેદ કોકમ કોકમનાં ફૂલ તરીકે ઓળખાય છે. તે કાળાં કોકમ કરતાં વધુ નુકસાનકર્તા છે. ગુણધર્મ :કોકમ મધુર, રુચિકર, ગ્રાહક, તીખાં, લઘુ, ઉષ્‍ણ, ખાટાં, તૂરાં,…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles