મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
ઓપરેશન વિના કમરની ગાદીના ઘસારાથી છુટકારો મેળવવા ફકત આટલુ કરો
આજકાલની બદલાયેલી જીવનશૈલી અને હલનચલનને કારણે કમરની ગાદીના ઘસારા અને તેને લીધે કમરના દુ:ખાવાનું પ્રમાણ લોકોમાં વધી ગયું છે. આ દુ:ખાવાને કારણે તેના દર્દીઓ ઓપરેશન કરાવીશું તો જ છૂટકારો મળશે એવું માનતા હોય છે. માણસની ઉંમર થાય તેમ શરીરમાં ઉંમર સાથે ફેરફારો જોવા મળતા હોય છે. એવી જ રીતે કમરના મણકામાં પડતા ઘસારા પણ એવી…
શતાવરી ઔષધિ ઊધરસ, તાવ અને માથાના દુખાવાનો રામબાણ ઉપચાર, જાણો ઉપયોગ કરવાની રીત
શતાવરી ઔષધિ જે છે ઊધરસ, તાવ અને માથાના દુખાવાનો રામબાણ આયુર્વેદિક ઉપચાર, જાણો ઉપયોગ કરવાની રીત શતાવરિ એક ઓષધિ છે. દેખાવમાં ચમકદાર અને લીલા રંગની હોય છે. શતાવરીને ખાતી વખતે તેમાંથી મૂત્ર જેવી દૂર્ગંધ આવે છે. પરંતુ જો કોઈ પણ વ્યક્તિ આ દુર્ગંધ થી ટેવાઈ જાય તો તેના માટે આ શતાવરી એક ઉત્તમ ઔષધ સાબિત…
પગની એડીમાં રેહતા દુખાવો દુર કરવાના ઉપાય
પગ ની એડીમાં રેહતા દુખાવાનો ઉપાય સાંધા, સ્નાયુ અને કમરની જેમ પગની એડી પણ આજકાલ પણને પરેશાન કરવામાં પાછળ નથી. સાંધા, સ્નાયુ અને કમરના દુ:ખાવા જે રીતે આજકાલ ઘણા બધા લોકોને થતા હોય છે એ રીતે પગની એડીનો દુ:ખાવો પણ પીડાદાયક હોય છે. થોડું ચાલો કે વધુ સમય ઊભા રહો એમાં એડી દુ:ખવા આવે છે.…
