ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • બાળકને થતા રોગોનો ઘરે આ રીતે કરો ઈલાજ જલદી સાજા થઈ જાશે

    બાળરોગો ખજુરની એક પેશી ચોખાના ઓસામણ મેળવી ખુબ વાટી તેમાં થોડું પાણી મેળવીને નાના બાળકોને બે-ત્રણ વખત આપવાથી નબળા કંતાઈ ગયેલા બાળકો રૂષ્ટ પુષ્ટ ભરાવદાર બને છે. પાકા ટમેટાનો તાજો રસ નાના બાળકોને દિવસમાં બે-ત્રણ વાર પાવાથી બાળકો નીરોગી અને બળવાન બને છે. બાળકોને તલ ખવડાવવાથી બાળકો રાત્રે ઉંઘમાં પેશાબ કરતા હોય તો અટકે છે…

  • મોંઘી દવા કરતા ચામડીના રોગોમા ખૂબ ગુણકારી છે કુંવાડિયો?

    પહલે ઈસ્તેમાલ કરો ફિર વિશ્વાસ કરો ઓહો આટલો ગુણકારી છે કુંવાડિયો? કુંવાડિયાની શીંગનાં લીલાં બીને લસોટી લીંબુના રસમાં કાલવી દરાજ પર ઘસવાથી બેત્રણ દિવસમાં જ દરાજ મટે છે.કુંવાડિયાનાં સુકાં બીજનું ચૂર્ણ લીંબુના રસમાં લસોટી લગાડવાથી દાદર અને ખરજવું મટે છે.કુંવાડિયાનાં બીજની કોફી બનાવીને પીવાથી ખસ અને ખૂજલી મટે છે.કુંવાડિયાનાં બીજ ચાવીને ખાવાથી અપચો, પેટનો દુખાવો,…

  • દાંત માટેનુ ઉત્તમ ઔષધ બોરસલીના ઉપયોગ વિષે જાણકારી વાંચો અને શેર કરો | borsali tree in gujarati

    borsali tree in gujarati : બોરસલીના દંત્ય ગુણની તો આયુર્વેદના લગભગ બધા જ ગ્રંથકારોએ પ્રસંશા કરી છે. આપણે ત્યાં ગુજરાતમાં શોઢલ નામના એક વૈદ્ય થઈ ગયા. એમણે બોરસલી વિશે પોતાના ગ્રંથમાં લખ્યું છે કે, ‘બોરસલીનાં ચૂર્ણનું નિયમિત મંજન કરવાથી હલતા દાંત પણ સ્થિર બને છે. તેમજ બોરસલીનાં મૂળની છાલને ચાવવાથી ચલિત દંતપંક્તિઓ પણ અચલ બને…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles