ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • તમારા બાળકને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવા માટે આટલુ જરૂર કરજો

    ખજુરની એક પેશી ચોખાના ઓસામણ મેળવી ખુબ વાટી તેમાં થોડું પાણી મેળવીને નાના બાળકોને બે-ત્રણ વખત આપવાથી નબળા કંતાઈ ગયેલા બાળકો રૂષ્ટ પુષ્ટ ભરાવદાર બને છે. પાકા ટમેટાનો તાજો રસ નાના બાળકોને દિવસમાં બે-ત્રણ વાર પાવાથી બાળકો નીરોગી અને બળવાન બને છે. બાળકોને તલ ખવડાવવાથી બાળકો રાત્રે ઉંઘમાં પેશાબ કરતા હોય તો અટકે છે અને…

  • આંખોની બળતરા, રતાંધળાપણું આંખની કોઇપણ પ્રકારની બીમારી દુર કરશે આ ઉપાય

    ત્રીફળા ચુર્ણ ૧૦૦ ગ્રામ, વરીયાળી ૧૦૦ ગ્રામ સવાર સાંજ એક ચમચી પાણી અથવા ઘી સાથે લેવાથી આંખોની દૃષ્ટિ વધે છે. ક્યારેક આંખમાં દૂધ, કચરો, ચૂનો કે આંકડાનું દૂધ પડે તેથી થતી બળતરામાં આંખમાં દીવેલ આંજવાથી આરામ થાય છે. આંખમાં ચૂનો કે એસીડ પડ્યો હોય તો આંખની અંદર અને બહારથી ઘી ઘસવાથી શાંતિ થાય છે. આંખ…

  • ખૂબજ ઠંડા કરેલાં છાલ સહિત આખા લીંબુના આશ્ચર્યકારક ફાયદા

    હેલ્થ ટીપ્સ :-ખૂબજ ઠંડા કરેલાં છાલ સહિત આખા લીંબુના આશ્ચર્યકારક પરિણામ : પ્રયોગની રીત :- લીંબુને ચોખ્ખા પાણીથી ધોઇને, ફ્રીજરમાં મૂકી દો…આઠ થી દસ કલાક પછી -લીંબુ પૂરેપૂરું ઠંડું અને બરફ જેવું કડક જામી જાય… એટલે – છાલ સહિત એને ખમણી લો.પછી, તમે જે કાંઈ ખાઓ…તેના પર આ લીંબુ નું ખમણ ભભરાવીને ખાઓ.શાક, સલાડ, આઇસ્ક્રીમ,…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles