ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • 10 પ્રકારના દાતણ કરવાથી કયા રોગ માટે ગુણકારી છે તમે જાણો છો

    દાતણની માહિતી. દસેક પ્રકારના દાતણ આવે છે જે નીચે પ્રમાણેનાં વૃક્ષ દ્વારા સરળતાથી ઉપલબ્ધ છે કરંજ… લીમડો..વડ.. આંબો… જાંબુડો….બાવળ.. ખીજડો..ખેર.. આવળ..ગુલેર અશોક (આસોપાલવ)…આમળા.. હરડે આ ઉપર જણાવેલ તમામ વૃક્ષોનાં દાતણ ઉપયોગી છે આંબાનું દાતણ જેઠ મહિનામાં કરવાથી શરીરમાં કફનું સમસ્યા ઘટે છે, વાળ કાળા રહે છે અને તંદુરસ્તી આખું વર્ષ જળવાઈ રહે છે. આંબાનું દાતણ…

  • ખીલ અને ખીલના ડાઘથી કાયમી છુટકારો મેળવવા માટે અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર

    ખીલ : ( ૧ ) ખીલ થયા હોય તો ચહેરા પર નારંગીની છાલ ઘસવાથી ફાયદો થાય છે . ( ૨ ) તલનો જૂનો ખોળ ગાયના મૂત્રમાં કાલવી મોં ઉપર લેપ કરવાથી યુવાનીમાં થતાં ખીલ દૂર થાય છે . ( ૩ ) પાકા , ખૂબ ગળી ગયેલા પપૈયાને છોલી , છુંદીને ચહેરા પર છોડો સમય માલિશ…

  • કફ, સોજો, હરસ, કબજીયાત, ચામડીના રોગ માટે વરદાન સમાન છે આ ઔષધિ

    અરણી….અરણીનાં વૃક્ષ ૧૦થી ૧૨ ફુટ ઉંચાં થાય છે. એને અતી સુગંધીત ફુલ આવે છે. અરણી તીખી, મધુર, કડવી, તુરી, ગરમ અને અગ્નીદીપક-જઠરાગ્નીને પ્રદીપ્ત કરનારી છે. એ વાયુ, સળેખમ, કફ, સોજો, હરસ, આમવાત, મેદ, કબજીયાત અને પાંડુરોગનો નાશ કરે છે. તે જઠરાગ્ની પ્રદીપ્ત કરે છે અને આમ-ચીકાશનો નાશ કરે છે. અરણીનાં પાન મસળવાથી સહેજ ચીકાશવાળો લીલા…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles