ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • 5 વસ્તુઓના સેવનથી લોકો હમેશા રોગોથી દૂર છે

    લીંબુ – શિયાળો હોય કે ઉનાળો, દરેક seasonતમાં લીંબુ ફાયદાકારક છે. વિટામિન સી અને બી ઉપરાંત, તે પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન અને કોપરથી સમૃદ્ધ છે. વિટામિન સીથી ભરપૂર લીંબુનો રોગ – રોગપ્રતિકારક શક્તિ વધારે છે, શિયાળામાં થતી ઘણી સમસ્યાઓ દૂર કરે છે. એન્ટી oxક્સિડેન્ટ છે, કોલેસ્ટરોલ ઘટાડે છે. તેને ડાયાબિટીઝમાં નિયમિતપણે લો, ગોળ…

  • સૌ ના મનપસંદ દાળવડા બનાવવાની રીત

    સૌ ના મનપસંદ દાળવડા બનાવવાની રીત સામગ્રી:- મગની દાળ:-૧ વાટકી લાલ મરચું: ૨ ચમચી મીઠું: સ્વાદ અનુસાર લીલા મરચા :૫ થી ૭ નંગ ધાણાજીરું:અડધી ચમચી હળદર :ચપટી લસણ:૫ થી ૬ કળી (પસંદ હોય તો) રીત:-· મગની દાળ ને આગલી રાતે પલાળી રાખો.પછી મિક્સર માં અધકચરી વાટવી.તેમાં મીઠું,મરચું,ધાણાજીરું,અને હળદર નાખવી. મરચા અને લસણ વાટીને નાખવું. હવે…

  • હિમોગ્લોબિન વધારવા માટે શ્રેષ્ઠ ઔષધ એટલે હાથલા થોર

    હિર્મોગ્લોબિનની ઉણપથી થાય બીમારીઓ , સામાન્ય લક્ષણો ગણીને સ્વસ્થ રહેવા માટે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર યોગ્ય રહેવું જરૂરી છે . હિમોગ્લોબિનની ઉણપથી કેટલીયે સમસ્યાઓ આવી શકે છે . સામાન્ય રીતે પુરૂષોની સરખામણીએ મહિલાઓને હિમોગ્લોબિનની ઉણપ વધારે રહે છે . તમારી જાણકારી માટે શરીરમાં આયરન અને વિટામિન બીની ઉણપથી હિમોગ્લોબિનનું સ્તર ઘટવા લાગે છે . હિમોગ્લોબિનની ઉણપથી…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles