ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ભારતીય પવિત્ર વ્યંજન પંજરીના ગુણો અને બનાવવાની રીત જાણો

    એક કડાઈ માં 50 gm જીરું, 50 gm ધાણા, 50 gm અજમો, 50 gm સુવા, 50 gm વરિયાળી લઈ સહેજ શેકી અને ઠંડી કરી લો. હવે એને મિકસી જાર માં પીસી લો અને ચાળી લો. આ મિશ્રણ ને એક બાઉલ માં લઈ તેમાં 250 gm સાકર નો ભૂકો અને 50 gm ઘી રેડી બરોબર મિક્સ…

  • આ 8 વસ્તુમા ફક્ત એક લીંબુનુ ટીંપુ નાખવાથી થાય છે જોરદાર ફાયદા

    લીંબુના રસમાં આ 8 માંથી કોઈ 1 વસ્તુ મિક્ષ કરો કુદીના સાથે લીંબુનો રસ કુઈનામાં રહેલાં તત્વો શરીરની વધારાની કેલરીને બર્નકરે છે અને ભૂખને કંટ્રોલ કરે છે . જો તમે ફ્લેટ ટમી ઈચ્છતા હોવ તો લીંબુના પાણીમાં કુદીનાનો રસ અથવા ક્રશ કુદીનાને ઉમેરો , આનાથી તમને બહુ જલ્દી રિઝલ્ટ મળશે લીંબુના રસમાં આ 8 માંથી…

  • સાંધાઓને જકડી દેતો રોગ અામવત માટેના દાદીમાના 12 નુસખા

    (1) લસણની 5 ગ્રામ કળીઓ ઘીમાં તળીને રોજ ભોજન પહેલાં ખાવાથી આમવાત પર ફાયદો થાય છે. (2) 100 ગ્રામ ખજુર પલાળી રાખી, મસળી, ગાળીને પાવાથી આમવાત પર ફાયદો થાય છે. (3) આદુનો 10 ગ્રામ રસ અને લીંબુના 10 ગ્રામ રસમાં 1.5 ગ્રામ સિંધવ મેળવી સવારે પીવાથી આમવાત મટે છે. (4) એક સારી સોપારી રાત્રે પાણીમાં…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles