ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • રસોડાની સફાઈ માટેની આ ટિપ્સ વાંચી લો કામ સરળ બની જશે

    અઠવાડિયામાં બે વાર ગેસ સ્ટવ સાફ કરો. સૌ પ્રથમ, મુખ્ય ગેસ કનેક્શન બંધ કરો. પછી ભીના સ્પોન્જ વડે સ્ટોવની ટોચ, નોબ્સ અને હેન્ડલ્સ સાફ કરો. એક સ્વચ્છ કપડાને વિનેગરમાં ડુબાડો અને તેનાથી કિચન પ્લેટફોર્મ સાફ કરો. આ પ્લેટફોર્મ પર જમા થયેલી ગંદકીને સાફ કરે છે અને કીટાણુઓને પણ મારી નાખે છે ડીશવોશરના દરેક ઉપયોગ પછી…

  • ઓછી મહેનતે રસોડાને ચોખ્ખું રાખવાની અગત્યની ટિપ્સ

    રસોડામાં સિંક માં થયેલ સફેદ ક્ષાર ને દૂર કરવા માટેની ટીપ્સ રસોડાના સિંકમાં રહેલા સફેદ રંગને સાફ કરવા માટે, અડધા કપ પાણીમાં 3-4 ચમચી વિનેગર મિક્સ કરો, તેને સિંક પર લગાવો અને થોડીવાર રહેવા દો, પછી તેને ન્યૂઝપેપરથી સાફ કરો. પ્રયાસ કરો કે રસોઈ કરતી વખતે સ્ટવ અને તેની આસપાસના વિસ્તારોમાં ખોરાક ન ફેલાય અને…

  • ઘર કામ માં મહેનત ઓછી થાય એવી ઘરગથ્થુ ટિપ્સ અજમાવી જુઓ

    ખૂબ ચીકણા વાસણ સાફ કરવા નો દરેક મહિલાઓને ખૂબ કંટાળો આવે છે જો ચીકણા વાસણો ઝડપથી અને ઓછી મહેનતે સાફ થઈ જાય તો દરેક મહિલાઓને ખૂબ કામ ઓછું થઈ જાય છેચીકણાં વાસણોને દવા પરનાં એલ્યુમિનિયમ ફોઈલથી સાફ કરવામાં આવે તો તે જલદી સાફ થઈ જશે. વળી તેનાથી વાસણો પર ઘસરકાં પણ નહીં પડે સાબુની ગોટી…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles