ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • સારા સ્વાસ્થ્ય માટે દાદીમાના 30 નુસખા-નાની-મોટી તકલીફો માટે ખાસ ઘરગથ્થુ ઉપચાર

    સારા સ્વાસ્થ્ય માટે 30 નુસખા-સ્વાસ્થ્ય સંબંધી તમામ નાની-મોટી તકલીફો માટે દાદીમાના ખાસ ઘરગથ્થુ ઉપચાર આપણા ઘર-ઘરનાં આયુર્વેદિક પ્રાચીન નુસખાઓ ઘણીવાર એલૉપેથી દવાઓ કરતાં વધારે અક્સિર હોય છે. આજે પણ દરેક ઘરમાં કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે દાદી-નાનીના જુનવાણી ઉપચાર અજમાવીને ઈલાજ કરવામાં આવે છે અને તેનાથી તરત ફાયદો પણ થાય છે. પરંતુ કેટલાક લોકો એવા હોય…

  • જન્મજાત બાળકની માતા સુવા દાણાનુ સેવન કરે તો બાળક ક્યારેય રડશે નહી ખુબ જરૂરી માહીતી છે શેર જરૂર કરજો

    સુવા : સંસ્કૃતમાં એને શતપુષ્પા કહે છે , કેમ કે એને પીળા રંગના સેંકડો ફૂલ આવે છે . સુવાની ભાજી ખવાય છે . સુવા કડવા , તીખા , ગરમ , ભૂખ લગાડનાર , આહારનું યોગ્ય પાચન કરનાર , સ્નિગ્ધ , હૃદય માટે હિતકારી તેમ જ વાયુ અને કફનાશક છે . તે બળતરા , આંખના રોગો…

  • શું કામ માસ્ક પહેરવા છતાં કોરોના ફેલાય છે? તમે જાણો છો? માહીતી વાંચો અને શેર કરો

    શું કામ માસ્ક પહેરવા છતાં કોરોના ફેલાય છે? 1) માત્ર N95 માસ્ક 95% વાયરસ ફિલ્ટર કરે છે. પરંતુ તેની કિંમત વધુ હોવાથી લોકો વાપરતા નથી. અથવા રી યૂઝ/ધોઈને યૂઝ કરે છે જે ખોટું છે. તેની ક્વૉલિટી સંપૂર્ણ ભરોસાપાત્ર હોતી નથી. 2) વાલ્વ વાળું N95 માસ્ક : પહેરનારનો ઉચ્છવાસ ફિલ્ટર થયા વિના બહાર ફેંકે છે. જેથી…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles