ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ગમે તેવી ખંજવાળ દૂર કરશે આ અમરવેલમાં અનેક એવા દિવ્ય ગુણ જોવા મળે છે

    અમરવેલમાં અનેક એવા દિવ્ય ગુણ જોવા મળે છે જેનાથી રોગોને આસાનીથી ઘરેલુ ઉપચાર કરી શકાય છે. ગ્રામીણ વિસ્તારોમાં સરળતાથી પ્રાપ્ત થતા આ ઔષધીની અનેક વિશેષતાઓ છે. સાથે જ અનેક લોકોના ઉપચારમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. કેવી રીતે ઓળખશોઃ- અમરવેલ મૂળ વગરની પરોપજીવી વેલ છે. આ ઝાડની ઉપર પોતાની વેલને ફેલાવીને ઉગી આવે છે.…

  • કબજિયાત, સાંધાના દુઃખાવો, મળમાં લોહી પડવું, શરીરમાં પાણીની કમી, ડાયાબિટીઝથી છુટકારો મેળવવા કરો આ અેક વસ્તુનુ સેવન

    આજના સમયમાં ઈસબગુલનું મહત્વ વધતું જઈ છે. ઇસબગુલનો ઉપયોગ પાચનતંત્રને સંબંધીત રોગોની સમસ્યાઓ માટે દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ઈસબગુલનો છોડ લગભગ 3 ફૂટ ઉંચો હોય છે. આ છોડના બીજમાં સફેદ રંગની ભૂસી હોય છે . ઇસબગુલન બીજ અને ભૂસીમાંથી મોટી માત્રામાં મ્યુસિલેઝ મળે છે. જેમાં જાઈલોઝ, એરેવિનોઝ, રેમન્નોઝ અને ગ્લેકટોઝ મળી આવે છે.…

  • હેડકી, કફના રોગો, ખાંસી, ગળાના રોગો , શરદી, છીંકો, ઉબકા, ગેસ સામે રાહત આપે છે લવિંગ વાંચો અને શેર કરો

    લવિંગ : ( ૧ ) લવિંગ તીખું , કડવું , હલકું , નેત્રને હિતકારી , ઠંડું , જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર , આહારનું પાચન કરનાર , ભોજન પર રુચિ ઉપજાવનાર અને કફ , પિત્ત , લોહીના રોગો , તરસ , ઊલટી , આફરો , શૂળ , ઉધરસ , હેડકી , શ્વાસ અને ક્ષયને મટાડે છે .…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles