ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • મોઢામાંથી પાણી છૂટી જાય એવા સ્વાદિષ્ટ કોબીનાં વડાં ઘરે બનાવો

    કોબીનાં વડાં મોઢામાંથી પાણી છૂટી જાય એવા સ્વાદિષ્ટ આ કોબીનાં તળેલાં વડામાં ચણાની દાળ અને કોબી સાથે ગાજર , લીલા મરચાં અને કોથમીર પણ છે . નાસ્તામાં મોટા લોકો માટે તો એક મજેદાર નાસ્તો છે . તૈયારીનો સમય : ૧૫ મિનિટ પલાળવાનો સમય : આગલી રાત્રે બનાવવાનો સમય ૩૦ મિનિટ કુલ સમય : ૮ કલાક…

  • જૂની શરદીથી અનેક રોગ થાય છે મટાડવા અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર

    જૂની શરદીથી અનેક રોગ થાય છે આયુર્વેદમાં સળેખમ કે શરદીને પ્રતિયાય કહેવાય છે . વારંવાર નાકમાંથી પાણી પડવું , અતિ પ્રમાણમાં વારંવાર છીંક આવવી , માથામાં દુઃખાવો થવો , અશ્રુગ્રાવ થવો , શરીર તપવું વગેરે લક્ષણો થાય છે ત્યારે તેને શારદી ફ્લેવામાં આવે છે . આ રોગ થવાનાં અનેક કારો છે . અને આ રોગ…

  • ખંજવાળ, ખસ, શરદી, ઉધરસ માટે ફાયદાકારક છે વનસ્પતિ આંકડો

    આંકડો : આકડો ગરમ છે તેથી કફ અને વાયુના રોગોમાં બહુ સારું કામ આપે છે . પરંતુ એ ઝેરી છે , તેથી તેનો સાવચેતીથી ઉપયોગ કરવો જોઈએ . ( ૧ ) નાનાં પતાસામાં કાણું પાડી તેમાં આંકડાના દૂધનાં બે – ચાર ટીપાં નાખી રાખી મૂકવાં . જ્યારે શ્વાસના રોગીને એકદમ દમનો હુમલો થાય ત્યારે આ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles