ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • અકાળે થતા સફેદ વાળને અટકાવવા માટે અજમાવો ઘરગથ્થું ઉપચાર

    અકાળે સફેદ વાળનો કાળો રંગ વાળના ફોલિકલ્સમાં જોવા મળતા મેલાનિન પિગમેન્ટને કારણે છે , જ્યારે આ પિગમેન્ટ બનવાનું બંધ થઈ જાય છે અથવા ઓછા બને છે ત્યારે વાળ સફેદ થવા લાગે છે . વધતી ઉંમર સાથે વાળનું સફેદ થવું સ્વાભાવિક છે . પણ આધુનિક જીવનશૈલી અને અનહેલ્થી ડાયટના કારણે નાની ઉંમરથી જ વાળ સફેદ થવા…

  • હાથ, પગ, પીઠ અને કમરનો દુઃખાવો હોય તો કરો આ 5 યોગાસન

    કમરનો દુઃખાવો હોય તો કરો આ 5 યોગાસન મકરાસન – પેટના બળે સીધા સૂવો . બંને કોણીની મદદ લઈ હથેળીને નીચે રાખો . પછી છાતીને ઉપર ઉઠાવો . હવે શ્વાસ અંદર ખેંચીને પગને વાળો પછી શ્વાસ છોડતાપગ સીધા કરો . મરકરાસનના ફાયદા – પેટના બળે સીધા સૂવો . બંને કોણીની મદદ લઈ હથેળીને નીચે રાખો…

  • ઉધરસ ને જડમૂળ માંથી ખતમ કરવા આ પ્રયોગ સાત દિવસ કરવો ચોક્કસ ફાયદો થશે.

    આજે વાત કરવી છે. ઉધરસ ને જડમૂળ માંથી ખતમ કરવાની. મારા અનુભવ પર હું તમને એક પ્રયોગ કહેવાનો છું. 80% ઉપર આ પ્રયોગ સફળ રહ્યો છે.. પછી કોઈ ની પ્રકૃતિ અલગ હોય અને આ નુસકો કામ ન પણ કરે એવું બની શકે..પણ એક વાત ચોક્કસ છે.. આ પ્રયોગ તમને કદાચ કોઈને ફાયદો ન કરે તો…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles