ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • દાંતના દુઃખાવાથી લઇ અનેક બીમારીમાં અકસીર છે આ ફળ

    સીતાફળ અંગ્રેજીમાં કસ્ટર્ડ એપલ અને સુગર  એપલ તરીકે ઓળકાય છે. તેમાં કેલ્શિયમ, આર્યન અને ફોસ્ફરસ પ્રચૂરમ ાત્રામાં છે. તેના બિયાંનો ઉપયોગ વાળમાંની જૂંનો નાશ કરવા માટે વપરાય છે. સીતાફળમાં વજન વધારવાની ક્ષમતા ભરપૂર હોય છે. તેથી જે વ્યક્તિને વજન વધારવું હોય તેના માટે આ એક સારો ઉપાય સાબિત થઇ શકે છે. સીતાફળને રોજિંદા આહારમાં સામેલ કરીને…

  • સવાર-સાંજ ખાવાથી રાત્રે દેખાતુ ન હોય તો આંખોમાં તેજ આવે છે

    શાકશ્રેષ્ઠા’ ડોડીની ગણના સર્વ શાકોમાં સૌથી શ્રેષ્ઠ શાક તરીકે થાય છે. અતિ પ્રાચીનકાળથી શાક બનાવવમાં ડોડીનો ઉપયો ગ થાય છે. ડોડીના વેલા જૂઈના વેલા જેવા થાય છે !તેના વેલા આપમેળે ઊગીને વાડો ઉપર ફેલાઈ જાય છે. ડોડી એ વર્ષા ૠતુમાં થનારી ચીકણી અને ઝાડોને વીંટળાઈ વળનારી, વધારે પાનવાળી વેલ છે. તેના વેલા બારમાસી છે. ડોડી…

  • અવાજ ખોલવા, માથાની ઉંદરી દૂર કરવા, ખરજવા, પીત્ત મટાડવા ખુબ ઉપયોગી છે આ ચણોઠી

    સફેદ ચણોઠી: ચણોઠી ના વેલા થાય છે.વેલના પાંદડા બારીક અને લાંબા હોય છે.ચણોઠીમા ધોળી,લાલ અને કાળી અેવી ત્રણ જાતની હોય છે.ત્રણે ના વેલા સરખા જ હોય છે…….. જુના જમાનામાં સોનાનું વજન કરવાના ઉપયોગ માં આવે છે એક તોલા ભારની છનનું(૯૬) ચણોઠી થાય છે.એના પાંદડા વિષ નાશક છે.ચણોઠી નાં મૂળ પાણી માં ઘસીને નસ્ય આપવા માં…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles