ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ડાયટિંગ કર્યા વિના વજન ઘટાડવા અપનાવો આ ઘરગથ્થું ઉપચાર

    ડાયટિંગ કર્યા વિના વજન ઘટાડી શકાય !….ડાયટિંગ અમે કોઈ જિનેશિયમ ‘ શરૂ કર્યું નથી કે ન તો એવી કોઈ ગોળીઓની એજન્સી લીધી છે જે ગળવાથી વજન ઘટાડી શકાય . અહીં એકદમ સાદી , સીધી અને તદ્દન સહેલી તરકીબની વાત કરવાના છીએ . આજકાલ આ તરકીબ ન્યુટ્રિશ્યન એક્સપર્ટસ એટલે કે આહારશાસ્ત્રીઓ આપી રહ્યા છે . આ…

  • ઢોંસાની એવી વેરાયટીજે ટેસ્ટમાં તો બેસ્ટ છે જ અનેખૂબ હેલ્ધી પણ છે.

    એવી વેરાયટી લઇને આવી છુ જે ટેસ્ટમાં તો બેસ્ટ છે જ અનેખૂબ હેલ્ધી પણ છે.તો અત્યારે જ નોંધી લો મારી આ રેસીપી અને આજે જ બનાવો તમારા કિચનમાં. સામગી્: ચોખા-૧ કપ અડદની દાડ-૧/૪ કપ તુવેરની દાડ- ૧/૪ કપ મગની મોગર દાડ- ૨ ટેબલ સ્પૂન ચણાની દાડ-૨ ટેબલ સ્પૂન સૂકા લાલ મરચા- ૨ નંગ   સૂકી…

  • તમે વારંવાર ડિપ્રેશનમા આવી જાવ છો તો તેનાથી બચવા શું કરવું વાંચીને શેર કરો

    ડિપ્રેશનથી બચવા શું કરવું ? અંદર જે લક્ષણો દેખાઈ રહ્યાં છે તે ડિપ્રેશનનાં , આવી વ્યક્તિ પણ લોકો શું કહેશે તેવા ડરે ડિપ્રેશનની સારવાર નથી લેતી અને પરિણામ એ આવે છે કે ડિપ્રેશન વધી જાય છે , જેથી લોકો આત્મહત્યા જેવાં મોટાં પગલાં પણ લઇ લે છે .ડિપ્રેશનની સૌથી ખરાબ એક અસર એ છે કે…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles