ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • Paneer Cutlets Recipe in Hindi&English

    Paneer Cutlets Recipe in Hindi आलू – 1 (बड़ा) (Potato– 1 (big size) ) पनीर – 1 कप (कद्दूकस किया हुआ) Paneer1 cup (grated) ).गाजर – 1/2 कप (कद्दूकस किया हुआ) (Carrot– 1/2 cup (grated) )हरी मिर्च – 2 (Green chilli)अदरक लहसुन का पेस्ट – 1 T spoon (Ginger garlic paste)प्याज़ – 1 (Onion) धनिया…

  • ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ અને તેની ઓળખ કેવી રીતે કરશો વધુમાં વાંચો અને શેર કરો

    ભેળસેળ એ એક …..એવી પ્રક્રિયા છે જેમાં ખોરાકની ..ગુણવત્તા ઘટાડવામાં આવે છે ને ખરાબ .. વસ્તુ ઉમેરીને અથવા જરૂરી તત્વો ….કાઢી લેવામાં આવે છે.ઉદાહરણઃ દૂધમાં પાણી ઉમેરવું. દૂધમાંથી ચરબી કાઢીલેવી. લાલ મરચામાં પાવડર, ઇટનો ભૂકો ઉમેરવો. ધાણા જીરના પાવડરમાં લાકડાનો વ્હેર ઉમેરવો.  ભેળસેળ કરતાં તત્વોનું વર્ગીકરણતે બે રીતે થાય છે. 1. અજાણતા થઇ જતી ભેળસેળ…

  • લીલી મરચી સ્વાદમાં જેટલી તીખી છે એટલીજ શરીર માટે ફાયદાકારક છે વાંચો

    ક્યારેક કડવી અને ઝેરી વસ્તુઓ પણ તંદુરસ્ત હોઈ શકે છે. દવાઓ ઘણીવાર કડવી હોય છે પરંતુ તેમના ફાયદાઓ ખૂબ જ મીઠી હોય છે. મોટેભાગે, આપણે ઘરે જમવાનું રાખીએ છીએ અથવા ખાવાથી તીક્ષ્ણ વસ્તુઓને દૂર રાખીએ છીએ. હા, કેટલીકવાર મસાલેદાર ખાવા માટે જુદી જુદી વસ્તુ હોય છે, પરંતુ શું તમે જાણો છો કે જે લોકો તેમના…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles