ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • મગની દાળનો શીરો

    ઈન્સ્ટન્ટ છતાં સ્વાદિષ્ટ મગની દાળનો શીરો કેવી રીતે બનાવશો?મગની દાળ (મોગર)ને ધોઈને પાણી નિતારીને સરખા પ્રમાણમાં ઘી લઈ તેમાં શેકો. ઠંડી થયા બાદ તેને મિક્સીમાં કરકરી પીસી લો. આ દળેલી દાળ શીરા માટે ઘીમાં ફક્ત 5-10 મિનિટમાં શેકાઈ જાય છે.  ત્યારબાદ સ્વાદાનુસાર સાકર ઉમેરો.મગની ડાળનો શીરો બનાવવા જરૂરી સામગ્રી100 ગ્રામ ક્રશ કરેલી મગની દાળ (ફોતરા…

  • સાબુદાણા બટાકા અને સાબુદાણા ટમેટા ની વેફર/ ચકરી બનાવવાની રીત

    સાબુદાણા બટાકા અને સાબુદાણા ટમેટા ની વેફર/ ચકરી સામગ્રી: સાબુદાણા બટાકા માટે: સાબુદાણા 1kg, બટાકા 3 kg, મીઠું સ્વાદ પ્રમાણે, આદું મરચાં ની પેસ્ટ જરૂર મૂજબ સાબુદાણા બટાકા ની વેફર બનાવવાની રીત: સૌ પહેલા સાબુદાણા ને 5 થી 6 કલાક પાણી માં પલાળીને રાખો . પછી બટાકા ને બાફી ને છીણી લો હવે સાબુદાણા ને…

  • ઘરે બનાવો એકદમ નવીન વેરાયટી ચટાકેદાર ફૂલવડી

    ચટાકેદાર ફૂલવડી :- સામગ્રી :- ચણાનો જાડો [ કરકરો ] લોટ – 100 ગ્રામ, દહીં – 50 ગ્રામ, , આખા ધાણા – 1/2 ચમચી, આખા મરી – 10 નંગ, વરીયાળી – 1/2 ચમચી, તલ – 1/2 ચમચી , તેલ – 3 ચમચા + તળવા માટે, ખાંડ – 2 ચમચી, મીઠું – સ્વાદાનુસાર, હળદર – 2…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles