ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • આ રીતે પ્લાસ્ટીકના વાસણો સાફ કરશો બધા ડાઘ દુર થશે એકદમ નવા વાસણ થઈ જશે

    આજ જોઈએ તો પહેલા તાંબા પીતલ ને માટીના વાસણો હતા, ધીમે ધીમે સમય જતાં એ વાસનોનું સ્થાન એલ્યુમિનિયમ અને સ્ટીલના વાસનોએ લીધું ને હવે એ જ વાસનોનું સ્થાન પ્લાસ્ટિકના વાસનોએ લીધું. આ વાસણો વપરાશ માં તો સાવ સહેલા પડે છે. પરંતુ સમય જતાં જ એ વાસનોમાં ડાઘ પડી જાય છે. જેના કારણે તે આપણને એકદમ…

  • ઘરે બનાવો એકદમ ચટાકેદાર પંજાબી છોલે

    સામગ્રી– મોટા કાબુલી ચણા – 250 ગ્રામ, ડુંગળી – 4 મધ્યમ આકારની, ટામેટા પ્યુરી – એક કપ, લીલા મરચા – 3, લસણ – 10 કળી, આદુનો એક નાનો ટુકડો, અડધો કપ સમારેલી કોથમીર, 1 ટી સ્પૂન લાલ મરચુ, હળદર – અડધી ચમચી, ધાણાજીરુ – 1 ચમચી, ગરમ મસાલો – 1 ચમચી, આમચૂર પાવડર અથવા છોલે…

  • ગમે એવી સુકી ખાંસી દુર કરવા અપનાવો આ હેલ્થ ટીપ્સ

    શિયાળામાં શરદી અને ખાસી થવી સામાન્ય પ્રોબ્લેમ છે. શરદી-ખાંસી માટે દવાઓ કરતાં જો ઘરગથ્થું ઉપચાર કરવામાં આવે તો તે એલોપેથી દવાઓ કરતા સારા રહે છે અને આ પ્રકારના રોગોને મુળથી મટાડી પણ શકાય છે. સિઝન બદલાવાની સાથે તળેલી અને ઠંડી વસ્તુઓ ખાવાથી અથવા કોઈ પણ વસ્તુથી એલર્જીના કારણે ધૂળ માટીના કારણે પણ ખાંસી શરૂ થઈ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles