મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
બોર ખાવાથી થાય છે અઢળક ફાયદા સાથે ઠળિયાનો પણ ઉપયોગ કરો
બોર ખાઈને એના ફાયદા મેળવો, સાથે ઠળિયાનો પણ ઉપયોગ કરો.પહેલાંના જમાનામાં ગામડામાં ઢોર ચરાવનારા અને ખેતી કરનારા કે વાડીઓમાંથી બકરી-ઘેટાં ચરાવનારા માણસો વગડામાં બીજું કંઈ ન મળતાં બોરડી પરથી બોર તોડીને ખાતા રહેતા. આ કારણે બોર ખાનારા લોકોનું શરીર પણ બોર જેવું જ લાલચટક થઈ જતું. આયુર્વેદમાં પાકાં ચણીબોર પથ્ય, બલ્ય, રુચિકર-વૃષ્ય-શુક્રલ-ભૂખ વધારનારા, પૌષ્ટિક, રક્તવર્ધક…
તમારા બાળકોની યાદશક્તિ વધારવા ઇચ્છત તો નોંધી લો આ રેસીપી બનાવીને ખવડાવો તમારા બાળકોને !!
સૂંઠ અને ડ્રાયફ્રૂટમાથી બનાવો આ લાડુ બનાવવામાં ઉપયો ગમાં લેવાતા પિસ્તા, કિસમિસ, કાજુ, બદામ વગેરે ખૂબ જ ફાયદેમંદ સાબિત થશે અને તે બાળકોના મગજના વિકાસ કરવામાં મદદ પણ કરશે. સામગ્રી – 1 નાનું બાઉલ સૂઠ પાવડર 1 નાનું બાઉલ બદામ 1 નાનું બાઉલકાજુ 1 નાનું બાઉલ અખરોટ1 1 નાનું બાઉલ પિસ્તા , 1 નાની બાઉલ…
છાતીમા ભરાયેલા કફને દુર કરવા અપનાવો આ ઉપાય
કોઈપણ ઋતુમાં શરદી-સળેખમની સમસ્યા બહુ સામાન્ય છે અને હાલ જ્યારે વાતાવરણ બદલાયા કરે છે એવામાં દર ત્રીજી-ચોથી વ્યક્તિને આપણે આ સમસ્યાથી પીડાતી જોઇ શકીએ છીએ. જેમ જેમ ઋતુ બદલાય છે તેમ આપણા શરીરની પ્રકૃતિ મુજબ તેના પર પણ અસર પડે છે. બદલતી ઋતુને કારણે શરદી-ખાંસી કે પેટ ખરાબ થવુ, એસીડીટી થવી એ એક સામાન્ય સમસ્યા…
