મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
ગુજરાતી મોહનથાળ, મેસુબ બનાવવાની રીત અચૂક વાંચજો
ગુજરાતી મોહનથાળ બનાવવાની રીત અચૂક વાંચજો. દરેક ગુજરાતીઓને મોહનથાળ ખુબજ પ્રિય હોય છે તો તમે પણ શીખી જાવ આ મોહનથાળ બનાવવાની રીત સામગ્રીઃ 4 કપ ચણાનો લોટ (1 કપ-200 ગ્રામ), (2 ટે.સ્પૂન ઘી, 2 ટે.સ્પૂન દૂધ લોટને ધાબો આપવા માટે), 1 ¼ કપ ઘરની મલાઈ અથવા માવો, 1 કપ ઘી, 2¾ કપ સાકર, 15-20 કેસરના…
આ રીતે ખાશો મગફળી તો દુર ભાગશે કોલેસ્ટ્રોલ અને હ્રદય રોગની બીમારી
આ રીતે ખાશો મગફળી તો દુર ભાગશે કોલેસ્ટ્રોલ અને હ્રદય રોગની બીમારી મગફળી અને તેની બનાવટો ખાવાનું લોકો શરૂ કરી દેતા હોય છે. મગફળીને સસ્તા કાજુ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને તેના સ્વાસ્થ્યલક્ષી અનેક ફાયદા પણ છે. મગફળી અનેક રીતે ઉપયોગી છે. તેનું તેલ સ્વાદમાં ઉમદા છે. જયારે સ્વાસ્થ્ય માટે ખુબ ઉમદા છે મગફળી…
માર્કેટ જેવી એકદમ પાતળી અને ક્રિસ્પી ચીકી બનાવવાની રીત | chikki banavvani rit | winter recipe | dryfruit chikki
મગફળીની ચીકી બનાવવાની રીત | magafalini chiki banavvani rit મગફળીની ચીકી બનવવા જરૂરી સામગ્રી – સીંગદાણા 250 ગ્રામ, 250 ગ્રામ ગોળ, ઘી બે મોટી ચમચી, 5-6 વાટેલી ઈલાયચી સ્વાદ મુજબ. મગફળીની ચીકી બનાવવાની રીત – સીંગદાણાને સેકીને અધકચરા વાટી લો. ત્યારબાદ કઢાઈમાં ઘી ગરમ કરી તેમા ગોળને ઓગાળો. ગોળ ઓગળીને ફૂલવા માંડે કે તરત જ…
