ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • દરેક મહિલાને કામમાં આવે તેવી ટિપ્સ અને ટ્રિક્સ જરૂર અજમાવી જુઓ

    અજમાવી જૂઓ આ ઘરગથ્થું ઉપાય તમને રસોઈ કિંગ અને કિચન કિંગ બનાવી દેશે પહેલાના જમાના માં આપણા દાદા દાદી આજ રીતે જીવન જીવતા હતા જો તમને કઈ પણ વસ્તુ ખાધા પછી પેટમાં દુખતું હોય તો અજમામાં ગોળ ભેળવી ખાવાથી પેટના દરદમાં રાહત થાય છે. અને પેટમાં રહેલ જીવાણુનો નાશ થાય છે શિયાળામાં ઘણા લોકોને હાથ…

  • ફક્ત 3 રુપિયામા ઘરે બનાવો મચ્છર ભગાડવા ઓલઆઉટ મશીનનુ લિક્વિડ

    બજારમાં ઉપલબ્ધ રિફિલ્સમાં શું શામેલ છે: મિત્રો, તમે ઘણીવાર મચ્છરોથી બચવા માટે ઘરે અલગ-અલગ દવાઓનો ઉપયોગ કરો છો. કેટલાક પ્રવાહી સ્વરૂપમાં છે! અને કેટલાક કોઇલના રૂપમાં અને કેટલાક નાના કેકના રૂપમાં!! અને તે ઓલ આઉટ, ગુડ નાઈટ, બેગોન, હિટ વગેરે જેવા વિવિધ નામોથી વેચાય છે. આ બધામાં કેમિકલ વપરાય છે! તે ડી’એથલીન છે, મેલ્ફો રાણી…

  • સોમવારનું સ્પેશિયલ મેનું નોંધી લો | Monday menu

    દરરોજ એક જ પ્રશ્ન હોય છે શું રસોઈ બનાવવી હવે તમારે રસોઈ બનવવા વિચારવું નહિ પડે અમે તમારી સાથે લઇ ને આવીયા છે સોમવાર માટેની રસોઇ મેનુ આ મેનુ તમારા મિત્રો સાથે પણ શેર કરજો સવારનો નાસ્તો | નાસ્તાનું મેનુ | morning menu | snacks menu | કાચા કેળા અને વટાણા ના સ્ટફડ પરાઠા પરાઠા…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles