ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • સ્પ્રિંગ રોલ બનાવવાની રીત વાંચો અને શેર કરો

    સ્પ્રિંગ રોલ બનાવવાની રીત વાંચો અને શેર કરો રીત 1:- સ્પ્રિંગ રોલ સામગ્રી: 1/2 કપ પનીર છીણેલું 1 નાની ડુંગળી સમારેલી 1/2 કપ ઝીણી સમારેલી કોબી 1 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ 2 લીલા મરચાં સમારેલા મીઠું અને મરી પાવડર સ્વાદ અનુસાર 1 ટેબલસ્પૂન તેલ 2 કપ મેંદો તેલ તળવા માટે 2 ટીસ્પૂન મલાઈ રીત: –…

  • ભરેલા મરચા બનાવવાની રીત અચૂક વાંચો અને શેર કરો

    મરચા આમ તો દરેક વાનગીમાં સ્વાદ વધારવાનું કામ કરે છે. પરંતુ સ્પેશિયલ મરચાની વાનગી કરીએ તો તેનું ……. નામ સાંભળતા જ કેટલાકના મોં મા તીખાશ વ્યાપી જશે અને તેઓ માની લેશે કે મરચાની જ વાનગી બનાવીએ તો તે ચોક્કસ બહું જ તીખી હશે અને તેને ખાવી મુશ્કેલ બનશે. પરંતુ અમે તમને આજે મરચાની એવી વાનગી…

  • રગડો બનાવવાની રીત વાંચજો અને શેર કરજો

    રગડો બનાવવાની રીત વાંચજો અને શેર કરજો સામગ્રી : તૈયારી નો સમય 15 મિનીટ વટાણા : 1 કપ બટાટા બાફેલા : 2 હળદળ : 1/4 ચમચી લાલ મરચા નો પાવડર : 1/2 ચમચી આદુ-મરચા ની પેસ્ટ : 2 ચમચી ગોળ નો ભુક્કો : 1/2 ચમચો પલાળેલી આમલી : 1 ચમચો ગરમ મસાલો : 1 ચમચી…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles