મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
ઔષધોને ઓળખો અને તેના ફાયદા વિષે જાણો
તમારી આજુબાજી વનવગડામાં થતી ઔષધીને ઓળખો અને તેના આયુર્વેદિક ઉપયોગ વિષે જાણવા ફોટા પર ક્લિક કરો અખરોટ ખાવાના ફાયદા વિષે જાણો: અખરોટમાં બહુ ઓછા પ્રમાણમાં ચરબી હોય છે. એના નિયમિત સેવનથી આયુષ્યમાં પાંચથી દસ વર્ષનો વધારો થાય છે. તે હૃદયને રક્ષણ આપે છે અને કૉલેસ્ટરોલ ઘટાડે છે. અખરોટ ઉપરાંત કાજુ, બદામ, પિસ્તાં પણ પ્રોટીન અને…
તમારા ઘરને ચમકાવવા માટે અપનાવો આ ૧૬+ ઘરગથ્થુ ટિપ્સ
તમારું ઘર નાનુ હોય કે પછી મોટુ તેની સફાઈ રાખવી ખૂબ જરૂરી બનતી હોય છે. દરેક મહિલાને ઘર સારું લાગે તે પસંદ હોય છે તમારા ઘરમાં રહેલા ફર્નીચર અને વાસણોને વારંવાર સ્ફ કરવા પડતા હોય છે નહિતર તેમાં રાખેલ વસ્તુ બગડવાના ચાન્સ વધી જાય છે તમે ઘર સાફ કરવા મોંઘા મોંઘા ક્લીનર વાપરતા હોય છે…
તડકે તપેલ પ્લાસ્ટીકની બોટલમાં પાણી પીવો છો તો આ લેખ જરૂર વાંચજો અને મિત્રો સાથે શેર કરજો
પ્લાસ્ટિક ની પાણી ભરેલ બોટલ થી થતું નુકશાન: પ્લાસ્ટિક ની પાણી ભરેલ બોટલ થી થતું નુકશાન વિષે જાની જશો તો ક્યારેય પ્લાસ્ટીકની બોટલમાં પાણી નહિ પીવો આજ કાલ ફેન્સી જમાનામાં લગ્ન પ્રસંગની સીઝન માં પાણી ની નાની બોટલો મૂકવામાં આવી રહી છે અને એ પાણી તડકે ગરમ થયું હોય છે ? આ પણ વાંચો :…
