મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
આજે પોષી પૂનમના દિવસે બનાવો બાજરાના રોટલા અને રીંગણનો ઓરો
બાજરાના રોટલા ગુજરાતી લોકોના ખુબ ફેમસ છે શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમાગરમ રોટલા અને ઓરો ખાવાની ખુબ મજા આવી જાય છે તો રોટલા અને ઓરો બનાવવા માટેની રેસીપી નોંધી લો બાજરાના રોટલા | bajrana rotla | bajra no rotlo recipe in gujarati બનાવવા જરૂરી સામગ્રી: 2 મોટા વાટકા બાજરાનો લોટ, 1 ટી.સ્પૂન મીઠું, જરૂર મુજબ પાણી, 2 ચમચી ઘી…
ઉપયોગમાં આવે તેવી કિચન કિંગ બનવા માટેની ટીપ્સ
આ નાની – નાની ટિપ્સ અજમાવી જુઓ જે તમને કિચન સુપર સ્ટાર બનાવી દેશે દરેક મહિલાઓ રસોઈ બનાવવા માટે અનેક tips અજમાવતી હોય છે જો તમે આ રસોઈ ટીપ્સ અને કિચન ટીપ્સ વાંચી લેશો તો તમે જરૂર કિચન કિંગ બની જશો કટલેસનું મિશ્રણ ઢીલું થઇ ગયું હોય તો બ્રેડને પાણીમાં ભીજવી તેમાં ભેળવી દેવાથી કટલેસ…
