ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • આ નાની નાની ટીપ્સ તમારી રસોઈને બનાવી દેશે સરળ અને તમારા રસોડાને ચમકાવી દેશે

    રોજિંદા જીવનમાં ગૃહિણીઓને નાની – નાની સમસ્યાઓ આવતી જ હોય છે . જેને ઘરગથ્થુ ઉપાયોથી દૂર કરી શકાય છે . કોકરી પરના ડાઘા : મોંઘીદાટ ક્રોકરી પર ઘણી વખત ખાદ્યપદાર્થના ડાઘા લાગી જતા હોય છે . તેને દૂર કરવા તેમજ ક્રોકરીને નવી જેમ ચળકતી કરવા માટેના સરળ ઉપાયો : : બેકિંગ સોડાથી સાફ કરવી :…

  • કેલ્શિયમની ખામી દુર કરવા ખાવ આ વસ્તુ આખી જિંદગી હાડકા મજબુત રહેશે

    હાડકાની મજબૂતી માટે શરીરમાં કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં  હોવું જરૂરી છે. સામાન્ય રીતે કેલ્શિયમ વધારવા માટે  વડીલો તેમજ તબીબ નિયમિત દૂધ પીવાની સલાહ આપતા  હોય છે. દૂધ પીવાથી શરીરને કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં મળે છે. મોટા ભાગના લોકોને દૂધ પસંદ નથી હોતું. એવામાં શરીરમાં કેલ્શિયમની પૂર્તિ માટે અન્ય વિકલ્પો પણ હોય છે. બિયાં અલસી, દૂધી અને તલના…

  • આ દિવાળી પર બનાવો સ્પેશીયલ નાસ્તો

    દિવાળીનો તહેવાર શરુ થાય એટલે બધા લોકો ફરવા જવાનું વિચારતા હોય છે તમે પણ ફરવા જવાના છો તો આ નાસ્તો જરૂર સાથે લય જજો મઠીયા બનાવવા માટે જરૂરી સામગ્રી : ૫૦૦ ગ્રામ મઠનો લોટ ૩/૪ કપ પાણી ૪ ચમચી ખાંડ ૩ ચમચી તેલ ૧/૨ ચમચી હિંગ મીઠું સ્વાદાનુસાર ૧ ચમચી લાલ મરચું ૧/૨ ચમચી હળદર ૩ ચમચી તલ ૧ ચમચી અજમો તેલ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles