ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • દિવાળીની સફાઈ માટેની ખાસ ટીપ્સ નોંધી લો વાંચીને શેર કરજો

    બાથરૂમ માટે દિવાળી સફાઈ ટિપ્સ: જ્યારે દિવાળી ઘરની સફાઈની વાત આવે છે, તો તમે બાથરૂમની અવગણના કરી શકતા નથી. સિંક ઉપરના કાઉન્ટરમાંથી તમારી બધી ટોયલેટરી ઉતારો અને તેને નીચે સ્પ્રે કરો. તમે તમારા સાબુ, શેમ્પૂ અને કન્ડિશનર જ્યાં સ્ટોર કરો છો ત્યાં છાજલીઓ માટે પણ આવું કરો. તે વખતે, કોઈપણ પાણીના મીઠાના થાપણોથી છુટકારો મેળવવા…

  • આ નાની – નાની ઘરગથ્થુ ટિપ્સ અજમાવી જુઓ

    આ નાની – નાની ટિપ્સ અજમાવી જુઓ  કટલેસનું મિશ્રણ ઢીલું થઇ ગયું હોય તો બ્રેડને પાણીમાં ભીંજવી તેમાં ભેળવી દેવાથી કટલેસ બરાબર વાળી શકાશે.  લસણની કળીઓને એક મિનિટ માટે માઇક્રોવેવ ઓવનમાં ગરમ કરવાથી તેના છોતરા સરળતાથી ઉતારી શકાશે .  મચ્છરના ડંખ પર લીંબુનો રસ લગાડવાથી બળતરાથી રાહત થાય છ એક ગ્લાસ પાણીમાં અડધા લીંબુનો રસ…

  • દિવાળી પર ઓછા ખર્ચે તમારું ઘર સુંદર સજાવવા માંગો છો ફક્ત આટલું કરો

    ઘરમાં કોઈ ચેન્જિસ કરવાનું વિચારો છો? અનેક   વર્ષો  સુધી ઘરનો એક જ લુક જોઈને કંટાળી જવું એ  સ્વાભાવિક વાત છે,  પણ  ખર્ચનો   વિચાર કરીને ઘરને  નવું  રૂપ  આપવાને બદલે એ કંટાળો જ વધારે સારો  લાગે છે,  થોડાં  વર્ષો  થાય  એટલે  ફનચર, પડદા, દીવાલોનો રંગ આ બધી ચીજોને બદલતા રહેવું જોઈએ  જેનાથી  ઘરને  એક  નવું રૂપ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles