ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ચીકનગુનિયામાં થતો અસહ્ય સાંધાનો દુખાવો મટાડવા આયુર્વેદિક દવા

    ચીકનગુનિયાનાં કેસ દિવસેને દિવસે વધતા જાય છે આ રોગ થાય એટલે ખુબ દુખાવો થાય છે  ચીકનગુનિયામાં અસહ્ય સાંધાનો દુખાવો થાય છે , ચિકનગુનિયા મટી ગયા પછી પણ  દુખાવો ઘણીવાર છ મહિના કે 1 વર્ષ સુધી મટતો નથી …. ઘણી વખત ચીકનગુનિયામાં થતો સાંધાનો દુખાવો સંધિવામાં ફેરવાઇ જતો હોય છે  : ચીકનગુનિયા એક પ્રકારનો  વાયરસ છે…

  • સવારે ઉઠીને તરત જ કરો આ કામ આખો દિવસ થાક નહિ લાગે

    સૌ પ્રથમ વાત એ કે સવારે ઉઠવામાં ખુબ કંટાળો આવે આપણે આ નીદરમાં ઉઠી એટલે આખો દિવસ શરીર થાકેલું થાકેલું લાગે છે કામ કરવામાં મન નથી લાગતું  સવારે ઉઠતા જ તરત  કરશો આ કામ તો આખો દિવસ રહેશે તમારા શરીરમાં  ભરપૂર એનર્જી આજકાલ ની ભાગ દોડ ભરી જીંદગીમા દરેક લોકોએ પોતાનું શરીર  ફિટ રહેવુ ખૂબ…

  • શરદ પુનમના દિવસે બનાવો આ રીતે દૂધ પૌવા

    શરદ પુનમના દિવસે દૂધ પૌવા ખાવાનું ખુબ મહત્વ છે. આ દૂધ પૌવા તમારા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. આ દૂધ પૌવા ચંદ્રના પ્રકાશમાં બનાવવાથી ખુબ ટેસ્ટી બને છે. દૂધ પૌવા બનાવવા માટે જરૂરી સામગ્રી: 1 લિટર દૂધ (ફુલ ફેટ) 1+1/4 કપ પૌવા 1/2 કપ ખાંડ અથવા જરુર મુજબ 1 ટીસ્પૂન ઈલાયચીનો ભુક્કો 2 ટેબલસ્પૂન બારીક સમારેલી બદામ 2…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles