ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • હું 23 વરસની યુવતી છું હું ઘરે ફેસિયલ કરવા માંગું છું

    દરેક મહિલાઓ નાના મોટા પ્રસંગ માં પાર્લરમાં ફેસિયલ કરાવવાનું પસંદ કરતી હોય છે જો તમે ઘરે પાર્લર જેવું ફેસિયલ કરવા માંગતા હોય તો આ આર્ટીકલ જરૂર વાંચજો હું 23 વરસની યુવતી છું મને ઘરગથ્થુ ફેસિયલ કરવું છે. તો તેની યોગ્ય રીત જણાવશો. હું ૧૯ વરસની યુવતી છું. મારા ચહેરાની ત્વચા ‘ટી ઝોન’ છે. મને એવો…

  • રસોઈ બનાવવાનો કંટાળો આવે છે તો ઝટપટ બનાવો કુકરમાં ટેસ્ટી પુલાવ

    દરેક મહિલાઓને દરરોજ એક જ પ્રશ્ન હેરાન કરે છે શું રસોઈ બનાવવી દરેક મહિલાઓ એવું ઈચ્છે છે કે ઝટપટ રસોઈ બની જાય જો તમે પણ ઝટપટ રસોઈ બનાવવા માંગો છો તો નોંધી લો આ રેસીપી વેજીટેબલ પુલાવ બનાવવા માટે જરૂરી સામગ્રી 1 બાઉલ પલાળેલા ચોખા 3 ચમચી ઘી સૂકા લાલ મરચા 1 નંગ ડુંગળી સ્લાઈસમાં કાપેલી 2-3 કળી લસણ…

  • ઉપયોગમાં આવે તેવી કામની કિચન ટીપ્સ

    ઊનનાં કપડાં પરથી તેલના ડાઘ દૂર કરવા ડાઘ પર દહી રગડી થોડી મિનિટ રહેવા દો પછી સાબુના પાણીથી ધોવું , હુંફાળા પાણીમાં લીંબુ નીચોવી અથવા વિનેગર નાંખી થર્મોસ ધોવાથી તેમાંથી ગંધ દૂર થશે .  મચ્છરના ત્રાસથી બચવા ‘ ગુડનાઈટ ’ પેટાવતી વખતે ટીકડી ખલાસ થઈ ગઈ હોય તો મુંઝાશો નહી . બે – ત્રણ લસણની…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles