ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • આ ઘરેલુ ૧૪ ટિપ્સ એકવાર અજમાવી જૂઓ પછી જુઓ કમાલ

    આ ઘરેલુ ટિપ્સ એકવાર  અજમાવી જૂઓ ખુબ કામની ટીપ્સ છે જરૂર મિત્રો સાથે શેર કરજો ગરદનનું સૌંદર્ય નિખારવા ગરદન પર દસ મિનિટ સુધી પપૈયું રગડવું આમ કરવાથી ગરદન પરનું સૌંદર્ય નીરખી થશે. લવિંગના ભૂકામાં લીંબુનો રસ ભેળવી દાંત પર ઘસવાથી દાંતના દુખાવામાં રાહત થાય છે . રેફ્રિજરેટરમાં લીંબુ કડક થઈ ગયા હોય તો તેને થોડીવાર…

  • મહિલાઓને કામમાં આવે તેવી રસોઈ ટીપ્સ અને કિચન ટીપ્સ અજમાવી જુઓ

    કડવા લીમડાનો પાનનાં રસના પાંચ – છ ટીપાં દૂધમાં ભેળવી પીવાથી વારંવાર થતી ઉલટીઓ બંધ થઈ જાય છે , કડવા લીમડાના રસમાં પાંચ – છ ટીપાં દૂધ અને પાણી સાથે મેળવીને પીવાથી અકાળે ધૂંધળી થતી આંખોની દૃષ્ટિ સુધરે છે . સરગવાની સીંગનાં પાંદડાને વાટી ઘા પર લગાડવાથી જુનો જખમ પણ રૂઝાઈ જાય છે . સરગવાના પાનનો…

  • આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવા ભરેલા મારચાનું અથાણું બનાવવાની રેસીપી

    દરેલ લોકોને લાલ મરચાની સીઝન આવે ત્યારે તજે તાજું  મરચાનું અથાણું બનાવીને ખાતા હોય છે પરંતુ તમારે સીઝન વગર મરચાનું અથાણું બનાવીને ખાવું હોય તો આ રીતે આખા મરચાનું અથાણું બનાવીને સ્ટોર કરી રાખો તો ચાલો આજે આપણે આખા ભરેલા મરચાનું અથાણું બનાવવાની રેસીપી જાણીશું. અથાણું બનાવવા જરૂરી સામગ્રી: ભરેલા મારચાનું અથાણું બનાવવાની રીત: સૌ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles