ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • પાર્લરનો ખર્ચો કર્યા વગર વાળ સીધા કરવા અને ચહેરાને ચમકદાર બનાવશે ભીંડો

    દરેક મહિલાઓ તેમજ પુરુષો વાળ અને ચહેરા માટે અનેક ઉપાયો કરતી હોય છે દરેક ને રૂપાળું એટલે કે સુંદર દેખાવું ગમતું હોય છે અ માટે પાર્લરમાં ઘણા બધા કર્યા કરે છે પણ શું તમે જાણો છે પાર્લરની કેમિકલ પ્રોડક્ટ કેટલું નુકશાન કરે છે જો તમે પાર્લરમાં ગયા વગર ઘરે બેઠા તમારા ચહેરા ને ચમકાવવા માંગો…

  • રાત્રે ખાલી પેટ સુવાની ભૂલ ક્યારેય પણ ન કરો તમારા શરીરમાં એવું નુકશાન થશે કે સહન ન કરી શકે

    રાત્રે ખાલી પેટ સુતા લોકો માટે આ લેખ ખાસ વાંચે અને મિત્રો સાથે કરે ઘણા બાળકો તેમજ મોટા લોકો ઘણી વખત ખાલી પેટ સુઈ જતા હોય છે તમે પણ ક્યારેક ક્યારેક ખાલી પેટ સુઈ જાવ છો તો જરૂર આ લેખ પુરેપૂરો વાંચજો રાત્રે ક્યારેય પણ ખાલી પેટ ન સુવુ, ખાલી પેટ સુવાથી તમારા શરીરને એવું…

  • રસોડાના કામને ઝડપી અને સરળ બનાવી દે એવી કુકિંગ ટીપ્સ

    જયારે કુકિંગ ટીપ્સ ની વાત કરવામાં આવે ત્યારે બધા લોકો ચોક્કસ તે ટીપ્સને વાંચવાનું પસંદ કરે . કેમકે ીપ્સ દ્વારા લોકો સરળતાથી ઝટપટ અને સ્વાદિષ્ટ રસોઈ બનાવી શકે છે . ફટાફટ ટામેટાં નું સૂપ બનાવવા માટે એક કુકરમાં ધોયેલા ટામેટાં અને મીઠું નાખી બાફવા મુકો . આ બફાયેલા ટમેટાનો મિક્સરમાં પીસી તેનું જ્યુસ બનાવી લો…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles