સામગ્રી : • ૧,૧ / ૨ કિલો દહીં , ૫૦૦ ગ્રામ કેસર / હાફૂસ કેરી , • ૪-૫ ટીંપા મેંગો એસેન્સ, દળેલી ખાંડ જરૂર મુજબ
રીત : * દહીમાંથી પાણી નિતારી , તેને કપડામાં બાંધી , ૭-૮ કલાક લટકાવી રાખવું . એક કેરીને છોલી , તેના ઝીણા ટુકડા કરવા . બાકીની કેરીને છોલી , ઝીણા કાંણાની ચારણીમાં ઘસીને તેનો પલ્પ કાઢવો . • દહીંમાંથી બધું પાણી નીકળી જાય અને દહીં એકદમ ડ્રાય થઇ જાય એટલે તેને કપડામાંથી કાઢી લેવું . પછી એક વાસણમાં દહીંનો મસ્કો લઈ , તેના જેટલી જ ખાંડ નાંખી , બરાબર મિક્સ કરવું . હવે ઝીણા કાંણાવાળી ચારણીમાં બધો મસ્કો છીણી લેવો . પછી તેમાં કેરીનો પલ્પ અસ મસ્કો ? એસેન્સ નાંખી , ૩-૪ મિનિટ ચમચાથી બરાબર હલાવી , મિક્સ કરવું . ત્યારબાદ તેને ફ્રિજમાં ઠંડો કરવા મુકવો .