શરીરમાં ઓકસીજનની ઉણપ હોયતોમળે છે ઓકિસજનની ઉણપથી સૌથી પહેલા વ્યકિતને થાક લાગે છે . શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને શ્વાસ ફૂલવા લાગે છે . જે પછી શરીરમાં લોહીનું પરિભ્રમણ ઓછું થાય છે . શરીરમાં ઓકિસજનની ઉણપ થાય તો તે અનેક રોગોનું કારણ બને ઓકિસજનનું લેવલ ઓછું થવા પર સૌથી વધારે જલદી અને સૌથી ખરાબ અસર આપણી રોગપ્રતિકારક શકિત પર પડે છે . આ સ્થિતિમાં કોઈ પણ વાયરસ અને બેક્ટરિયા આપણા શરીર પર કબજો જમાવી લેવામાં સફળ રહે છે . અહીં જાણો કે શરીરમાં ઓકિસજનની ઉણપના કારણો અને લક્ષણ શું શું હોય છે .
શરીરમાં ઓકિસજનની ઉણપના લક્ષણ : શરીરમાં ઓકિસજનની ઉણપ હોવાનો મતલબ કે શરીરને પોતાની નિયમિત ક્રિયાઓને સુચાર અને યોગ્ય રીતે ચલાવવા માટે જેટલા ઓકિસજનની જરૂર હોય છે , તેટલું મળી ન શકે . , જ્યારે શરીરમાં ઓકિસજનની ઉણપ હોય છે તો સૌથી પહેલા વ્યક્તિને થાક લાગે છે . શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને શ્વાસ ફૂલવા લાગે છે . જે પછી શરીરમાં લોહીનું પરિભ્રમણ ઓછું થઈ જાય છે . જેથી થાક લાગે છે અને ગભરાહટ થવા લાગે છે . થઈ શકે છે આ બીમારીઓ : જે શરીરમાં ઓકિસજનની ઉણપ ખૂબ જ થઈ જાય તો પછી બ્રેઈન ડેમેજ અને હાર્ટ એટેકની સ્થિતિ પણ સર્જાય શકે છે . શુગરના રોગીઓમાં જો ઓકિસજનની ઉણપ થઈ જાય તો તેમનું શુગર અચાનક જ વધારે થઈ શકે છે . જે એક જીવલેણ સ્થિતિ સર્જી શકે છે . ઓકિસજનનું લેવલ અચાનક જ વધારે પ્રમાણમાં ઘટી જાય તો શરીરમાં થાઈરોઈડ હોર્મોનનું સંતુલન બગડી જાય છે . આ સ્થિતિમાં થાઈરોઈડનું સ્તર કાં તો ખૂબ જ વધી જાય છે કાં તો ખૂબ જ વધારે ઘટી જાય છે . જેથી Hypothyroidism . અથવા તો Hyperthyroidism ની સમસ્યા પણ થઈ શકે છે .
શરીરમાં ઓકિસજનની ઉણપનું કારણ શરીરમાં ઓકિસજનની ઉણપના અનેક કારણ હોય શકે છે . જે વ્યકિતની લાઈફસ્ટાઈલ પર નિર્ભર કરે છે . જે લો લોકો ખૂબ જ વધારે આળસથી ભરપૂર જીવનશૈલી જીવતા હોય અથવા તો કંઈ જ ફિઝિકલ એક્ટિવિટી ન કરતા હોય તેમના શરીરમાં પણ ઓકિસજનની ઉણપ આવી શકે છે , જે લોકો ખૂબ જ વધારે શારીરિક શ્રમ કરે છે પરંતુ તેના હિસાબે ડાયટ નથી કરતાં , તેમના શરીરમાં પણ ઓકિસજનની ઉણપ સર્જાય શકે છે , જે લોકોના ભોજનમાં આયર્નની માત્રા ઓછી હોય અને જો તેઓ લાંબા સમય સુધી આ રીતનું જ ભોજન લે તો તેમના શરીરમાં પણ ઓકિસજનની ઉણપ હોય શકે છે . કારણકે ફેફસા સહિત સમગ્ર શરીરમાં ઓકિસજનનું પ્રવાહ યોગ્ય રાખવામાં આયર્નની ભૂમિકા પણ એકદમ અગત્યની હોય .