ટોપરા પાક બનાવવાની રેસીપી અચૂક વાંચજો અને શેર કરજો

0

શ્રાવણ મહિનાનું વ્રત કરતા લોકો માટે ઘરમાં બનતી ફરાળી વાનગી માં એક મીઠાઈ ટોપરા પાક બનાવવાની રેસીપી નોંધી લો

તો ચાલો… આજે બહુ સરળ એવી ટોપરામાંથી બનતી વાનગી બનાવીએ

સામગ્રી :

૨૫૦ ગ્રામ ટોપરાનું  ઝીણું ખમણ..

૨૦૦  ગ્રામ ખાંડ

૧૦૦ ગ્રામ માવો

૫ એલચીનો પાઉડર

૪ ચમચી ઘી

બનાવવાની રીત :

એક લોયામાં ખાંડ ડૂબે તેટલું પાણી નાંખી ગેસ પર ધીમા તાપે મુકો.

માવાને ખમણી અને બાજુ પર રાખી દો .

ચમચાની મદદથી ચાસણી હલાવતા રહો .

એક તારની ચાસણી (એક ટીપું આંગળીમાં લઇ બીજી આંગળીની મદદ વડે તૂટે નહી તેવો તાર) થાય એટલે           ગેસ બંધ કરી દો .

તેમાં ખમણ કરેલો માવો નાંખો. પછી એકદમ મિલાવો .

હવે  ગેસ ચાલુ કરી ધીમા તાપે  રાખો.

૨ મીનીટ પછી તેમાં ટોપરાનું ખમણ નાંખો .

ટોપરાનું ખમણ એકદમ મિલાવ્યા પછી તેમાં ગરમ ઘી ઉમેરો .

હવે ગેસ બંધ કરી દો.

છેલ્લે એલચીનો ભૂકો નાંખો.

એક થાળીમાં ઘી લગાવી તેના પર આ મિશ્રણ ને પાથરી દ્યો .

જરા ઠરે એટલે કાપા પડી દ્યો .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here