સાદા પફ અને પીઝા પફ બનાવવા માટેની રીત

પીઝા પફ બનાવવા માટેની સામગ્રી

11/2 કપ મેંદો

1/8 કપ રવો

મીઠું સ્વાદ મુજબ

4-5 ટેબલ સ્પૂન તેલ મોણ માટે

1 ટી સ્પૂન લીંબુ નો રસ

સ્ટફિંગ માટે:

1 ટામેટું ઝીણું સમારેલ

1 ડુંગળી ઝીણી સમારેલ

1/4 કપ કેપ્સિકમ ઝીણું સમારેલ

1/4 કપ બાફેલા સ્વીટ કોર્ન

3 ટેબલ સ્પૂન પીઝા સોસ

મીઠું સ્વાદ મુજબ

ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સ્વાદ મુજબ

2 ક્યુબ્સ ચીઝ

તેલ તળવા માટે

પીઝા પફ બનાવવા માટેની રીત : મેંદા માં રવો,મીઠું,મોણ અને લીંબુ નો રસ એડ કરી સોફ્ટ કણક બાંધી 15-20 મિનિટ રેસ્ટ આપો, એક બાઉલમાં સ્ટફિંગ બધી સામગ્રી લઈ મિક્સ કરો.ચીઝ ખમણી એડ કરી મિક્સ કરો.

બાંધેલી કણક માંથી એક લુવો લઈ બહુ પતલી પણ નહીં અને બહુ જાડી પણ નહીં તેવી રોટલી વણી લો.બધી સાઈડ થી કટ્ટ કરી ચોરસ બનાવી લો.વચ્ચે કટ્ટ આપી બે પાર્ટ કરો.એક પાર્ટ માં વચ્ચે થોડું સ્ટફિંગ મૂકી બોર્ડર પર પાણી લગાવી બીજો પાર્ટ મુકી પ્રોપર સીલ કરી ફોક ની મદદ થી દબાવી લો જેથી પ્રોપર સીલ પણ થશે અને ડિઝાઇન પણ પડશે

આ રીતે બધા પફ તૈયાર કરી લો.તેલ ગરમ કરી બધા પફ સ્લૉ ટુ મીડીયમ આંચે તળી લો. ગરમ ગરમ પીઝા પફ ને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

પફ બનાવવા માટે જરૂરી સામગ્રી (puff recipes in gujarati)

૨૫૦ ગ્રામ મેંદો

૩ ટેબલ સ્પૂન તેલ + તળવા માટે તેલ

૨ ટેબલ સ્પૂન મલાઈ

૩ ટેબલ સ્પૂન ઘી

૫૦૦ ગ્રામ બટાકા

૫૦ ગ્રામ લીલા વટાણા

૧ ટી સ્પૂન વાટેલાં આદુ મરચા

૧ ટી સ્પૂન લાલ મરચું

૪ ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર

૧/૪ ટી સ્પૂન હળદર

૨ ટી સ્પૂન ગરમ મસાલો

૧ લીંબુ

૧ ટેબલ સ્પૂન બૂરું ખાંડ

૨ ટી સ્પૂન લાલ લસણ ની ચટણી

મીઠું પ્રમાણસર

પફ બનાવવા માટે જરૂરી રીત:

મેંદા માં મીઠું, તેલ અને મલાઈ નાખી પૂરી જેવો લોટ બાંધવો.

ઘી મા મેંદો નાખી પેસ્ટ બનાવી લો

બટાકા અને વટાણા બાફી ભેગું કરી બધો મસાલો નાખવો

લાલ લસણ ની ચટણી નાખવી અથવા લસણ વાટી ને વધુ પ્રમાણ માં નાખવું

મેંદાના લોટ થી ભાખરી જેવા મોટા લુઆ કરી તેના 3 મોટા રોટલા વણી વચ્ચે થી કાપી ૬ ભાગ કરો..

એક ભાગ પર સાટો પાથરી તેના પર બીજો ભાગ મૂકવો ફરી થી સાટો પાથરી તેના પર ત્રીજો ભાગ મૂકો.

અડધા ભાગ માં મસાલો મૂકી બીજો ભાગ તેની ઉપર મૂકી કિનારો દબાવી ત્રિકોણ આકાર અથવા લંબચોરસ આકાર આપો

તેલ મા ધીમા તાપે તળી અથવા ઓવન માં બેક કરી ટામેટાં નાં કેચઅપ જોડે પીરસો.

Leave a Comment