સ્નાયુઓને મજબૂત બનાવવા અને હૃદયની તંદુરસ્તી વધારવા અઠવાડિયે એક વાર સેવન કરો આ ઔષધ

0

રાજગરો ઉંચા કદનો સુંદર છોડ છે, જે 3 – 5 ફૂટ કે તેનાથી વધુ ઊંચો જોવા મળે છે. પ્રકાંડ જાડું, ઓછા વત્તા પ્રમાણમાં હાસોવાળું અને સુવાળું હોય છે. પર્ણ બને છેડે સાંકડા અને વચ્ચે પહોળા હોય છે. પુષ્પવિન્યાસ શુકી પ્રકારનો, ઘણી શાખાઓ વાળો (Sr)અને વચ્ચેની શાખા લાંબી હોય છે. ફૂલો સૂક્ષ્મ પીળાશ પડતાં લીલા કે લાલ રંગના હોય છે. બીજ લેન્ટિક્યુલર, સફેદ, લાલ કે કાળા રંગના હોય છે.

ઉપવાસમાં રામદાના ખાઈને શરીરને શક્તિવર્ધક બનાવી શકાય છે. રામદાના એટલે જ રાજગરો. રાજગરાને ચોલાઈ તરીકે પણ આળખવામાં આવે છે. અનેક લોકો રાજગરા કે રામદાનાને અનાજ નથી માનતા. તેથી વ્રત ઉપવાસમાં તેનો ઉપયોગ ખાસ કરવામાં આવે છે. તેનું મુખ્ય કારણ ચોલાઈ નામક વનસ્પતિ કે ભાજીના બીજમાંથી દાણા કાઢવામાં આવે છે. આ ચોલાઈ લીલી નહીં પણ લાલ રંગની જોવા મળે છે. તેને લાલ ભાજી કે લાલસાગ કહે છે. એવું કહેવાય છે કે પ્રાચીન કાળમાં ખેડૂત કે મહેનતનું કામ કરનાર મોટો વર્ગ રાજગરાનું સેવન(Sr) કરીને પ્રોટીન સહિત અન્ય આવશ્યક પૌષ્ટિક ગુણો મેળવીને શરીરને બળવાન તથા સ્કૂર્તિલું બનાવતાં હતાં. રાજગરાને ભગવાન તરફથી મળેલ દાન માનવામાં આવે છે. આથી જ તેનું નામ રામદાના રાખવામાં આવ્યું. રામદાના સાથે વિશ્વમાં પણ વિવિધ વાતો જાણવા મળે છે. અમેરિકામાં પણ રાજગરાના અનહદ ગુણો જાણીને લોકો તેનો આહારમાં ઉપયોગ કરવા આકર્ષાયા છે.

રાજગરાનો ઉપયોગ મોટા ભાગે ઉપવાસમાં બહોળા પ્રમાણમાં કરવામાં આવતો હોય છે. ભારતમાં રાજગરાના ચાહકો પણ અનેક છે. રાજગરાની ચિક્કી, રાજગરાના લાડુ, રાજગરાની ખીર, રાજગરાના લોટની પૂરી, રાજગરાના લોટનો શીરો, રાજગરાના લોટના પરાઠા, રાજગરાના લોટની સેવ, રાજગરાના લોટના ગોટા, રાજગરાના લોટની કઢી વગેરે અનેક વિવિધતા બનાવી શકાય છે. બજારમાં ઝટપટ તથા નાના મોટા સર્વેને(Sr) ભાવતી કોઈ વાનગી હોય તો તે છે રાજગરાની ચિક્કી ને રાજગરાના લાડુ . બજારમાં આસાનીથી મળી રહે છે. મોટા શહેરમાં તો ટ્રેનમાં પણ તે વેચાવા આવે છે. નોકરિયાત વર્ગ ઓફિસે પહોંચવાની ઉતાવળમાં અનેક વખત ડબ્બો સાથે લેવાનો ભૂલી જતો હોય છે. તેમાં પણ વળી ઉપવાસ હોય તો રાજગરાની ચિક્કી ખરીદીને ઝટપટ ખાઈ લીધી કે શરીરમાં શક્તિનો સંચાર થાય છે. ખિસ્સાને પરવડતી તથા સંબંધને સાચવતી તેવી રાજગરાની ચિક્કી ખાઈ – ખવડાવીને ટ્રેનની લાંબી મુસાફરીને પણ નોકરિયાત યુવા – વર્ગ આનંદ માણતો હોય છે. મોટા શહેરમાં રાજગરાની ચિક્કીનો ધંધો પણ પૂરબહારમાં છે. અનેક લોકોને માટે રોજગારીનું સાધન બની રહ્યો છે.

તંદુરસ્ત રહેવું તો કોને ના ગમે ? અનેક લોકો એવા હોય છે કે જે ઝટપટ સારું આરોગ્યપ્રદ ખાવાનું ટાળે છે. વિટામિનની વિવિધ ગોળી ગળીને તંદુરસ્તી જાળવવાનું પસંદ કરે છે. આપણા દાદી – નાની તો શરીરનું આરોગ્ય જળવાઈ રહે તે માટે ગોળીને બદલે પૌષ્ટિક આહારને પ્રાધાન્ય આપતાં. વાનગીઓના શોખીન તો(Sr) તેઓ પણ હોય છે. આથી જ તેઓ સાત્વિક આહારને પ્રાધાન્ય આપવાનું પસંદ કરે છે. મલ્ટી વિટામિનની ગોળીને બદલે તેઓ વિવિધ વિટામિન, કેલ્શિયમ, ફોસ્ફરસના ગુણો ધરાવતો રાજગરો ખાવાનું પસંદ કરતાં.

• રાજગરાના ગુણો પણ જાણી લઈએ

હાંડકાને મજબૂત બનાવે : એવું કહેવાય છે કે રાજગરામાં કૅલ્શિયમનું પ્રમાણ ભરપૂર પ્રમાણમાં સમાયેલું છે. કૅલ્શિયમની ખાણ ગણાય છે. વય વધવાની સાથે શરીરનાં હાડકાંની મજબૂતાઈ જળવાઈ રહે તેનું ધ્યાન રાખવું આવશ્યક બને છે. હાડકાંની મજબૂતાઈ માટે કૅલ્શિયમ, પ્રોટીન તથા આયર્નની માત્રા જળવાઈ રહે (Sr) તે જરૂરી બને છે. આંતરરાષ્ટ્રીય ઓસ્ટિઓપોરોસીસ્ ફાઉન્ડેશનનું પણ કહેવું છે કે રાજગરો એક પ્રાચીન દાણો છે જેનો ઉપયોગ કરવાથી હાડકાંની મજબૂતાઈ વધે છે. 2013માં કરવામાં આવેલ એક સંશોધન બાદ પણ જાણવા મળ્યું છે કે રોજબરોજના આહારમાં રાજગરાનો સમાવેશ કરવાથી શરીરની કૅલ્શિયમ, ઝિંક, તથા આયર્નની માત્રા જળવાઈ રહે છે.

સ્નાયુઓને મજબૂત બનાવે : રાજગરામાં પ્રોટીનની માત્રા આશરે 13 ટકા જેટલી જોવા મળે છે. એટલે કે એક કપ રાજગરામાં 26 ગ્રામ પ્રોટીનની માત્રા હોય છે. આથી જ રાજગરાને સંપૂર્ણ પૌષ્ટિક આહાર ગણવામાં આવે છે. લાયસીન નામક ઘટક પણ સમાયેલું છે, જે સ્નાયુને મજબૂતાઈ બક્ષે છે. શરીરમાં એમિનો એસિડનું કામ કૅલ્શિયમને ગ્રહણ કરીને સ્નાયુને મજબૂત(Sr) બનાવવામાં મદદ કરે છે. રાજગરામાં આક્યુમીન તથા ગ્લોબ્યુલીન નામક પ્રાથમિક કહેવાય તેવા પ્રોટીનની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. ઘઉંમાં સમાયેલ પ્રોલેમિન્સની સરખામણીમાં ઝડપથી પચી જાય છે.

હૃદયની તંદુરસ્તી વધારે : આંતરરાષ્ટ્રીય જર્નલ ફોર વિટામિન ઍન્ડ ન્યુટ્રિશન રિર્સચમાં એક અભ્યાસ બહાર પાડવામાં આવ્યો હતો. તે મુજબ રાજગરામાં એવા ગુણધર્મ સમાયેલા છે જે લોહીમાં કૉલેસ્ટ્રોલની માત્રા ઘટાડવામાં મદદ કરે છે. ફાઈબરની માત્રા ભરપૂર હોવાથી ધમનીમાં કચરો જમા થતો અટકાવે છે. લોહીનું દબાણ જાળવી રાખવામાં મદદ કરે છે. લોઅર બેડ કૉલેસ્ટ્રોલ (એલડીએલ) ને ઘટાડે છે. તેનું મુખ્ય કારણ રાજગરામાં ફાયટોન્યુટ્રિઅન્ટ્સની માત્રા પણ સમાયેલી છે, જે (Sr) ફાઈબરની સાથે ભળીને હૃદયની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે. પોટેશ્યિમની માત્રા પણ રાજગરામાં સમાયેલી છે જે નસો તથા ધમનીમાં લોહીનું પરિભ્રમણ સુચારું રીતે જળવાઈ રહે તે માટે જરૂરી ગણાય છે.

આમ અનેક ગુણોનો ભંડાર ગણાતા રામદાનાનો ઉપયોગ ઉપવાસમાં કરીને ભક્તિની સાથે શરીરને સ્કૂર્તિલું, શક્તિશાળી બનાવી શકાય છે. તો નાના અમથાં રાજગરાનો ઉપયોગ કરીને સ્વાથ્યવર્ધક મોટા ફાયદો મેળવવાનો પ્રયત્ન કરવા જેવો છે.

રાજગરો એટલે કુદરતી સ્ટીરોઈડ ફક્ત રાજગરામાં જ કુદરતી સ્ટીરોઈડ છે , રાજગરો લોહીમાં સુગરનું લેવલ વધવા દેતો નથી , ડાયાબિટીસ દર્દી માટે શ્રેષ્ઠ છે . જેમાં કોલેસ્ટ્રોલ ઓછું છે જે મગજ ને લીવરની તાકાતમાં વધારો કરે છે , વા , સાંધાની તકલીફમાં ઉત્તમ છે , ચામડીના રોગ ના થવા દે , સ્ટેમીના વધારે , રક્તકણોનો વિકાસ કરે , જો રાજગરાનો ઉપયોગ દેશી ગોળ સાથે સીરો બનાવીને અઠવાડિયામાં બે વાર ખાવામાં આવે તો તે આપણા આરોગ્યનો હીરો બને છે શરીર સુડોલને ખડતલ બને છે , ચાલો કરીએ …. ઉપવાસ સિવાય પણ સપ્તાહમાં ૧ વાર ખાઓ રાજગરો , મળશે

૧0 જબરદસ્ત લાભ , .. રાજગરામાંથી પ્રોટીન , વિટામીન સી , ઈ , આર્યન , મેગ્નેશિયમ , ફોસ્ફરસ , પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટસ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે . સપ્તાહમાં માત્ર એકવાર રાજગરાને ખાવામાં આવે તો સ્વાથ્યને ઘણાં લાભ મળી શકે છે . રાજગરો ખાવાથી એનિમિયામાં લાભ થાય છે . આંખો અને હાર્ટ હેલ્થી રહે છે . હરસ – મસા , ખરજવું , પેટની ચૂંક અને પેશાબની ઓછપની તકલીફમાં રાજગરો ઔષધ જેવું કામ કરે છે . રાજગરો ખાવાથી શ્વસનમાર્ગના ચેપ , વારંવાર થતી શરદી સામે રક્ષણ મળે છે . વૃદ્ધત્વની પ્રક્રિયા ધીમી પડે છે . મેટાબોક્ઝિમને સુધારે છે . –

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here