શરદી, તાવ, પથરી, ધાધર, કેન્સર અને બીજા 100 થી વધુ રોગો ના ઉપચાર માટે આ એક ઔષધી

0

ગળો – જેના સેવનથી અમૃતત્વ , અમરત્વ , રોગરહિતપણું પ્રાપ્ત થાય છે તેવી અમૃતા . લીમડાના વૃક્ષ ઉપર ચડેલી ગળો , રેસીપી , અમૃત સમાન છે . ગળો સ્વાદમાં તીખી , કડવી છે , પચવામાં મીઠી છે , બધી જ ધાતુઓ વધારનાર છે , ગુણમાં ગરમ છે , હલકી છે , ભૂખ લગાડનાર , બળ આપનાર , રેસીપી, ત્રણેય દોષ દૂર કરનાર , આમદોષ , તરસ , બળતરા , પ્રમેહ , ઉધરસ , પાંડુ , કમળો તમામ ચામડીના રોગો , તાવ , ગાંઠિયો વા , કરમિયા , ઊલટી , શ્વાસ રોગો , મસા , પેશાબની અટકાયત તથા હૃદયરોગને મરડાને મટાડનાર છે . યાદશક્તિ વધારનાર અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ગળો ઉત્તમ છે . લીમડો કે તેવાં કોઈ નિર્દોષ વૃક્ષ પર ચડેલી તાજી ગળો લાવી, તેની ઉપરની કાગળ જેવી પાતળી પીળી છાલ દૂર કરવી. સૂડીથી તેના નાના નાના ટુક્ડા કરી, ટોંચીને છાંયે સૂકવવી. તે પછી બારીક ચૂર્ણ કરવું. રેસીપી

નિર્દોષ હોવાથી કોઈપણ માત્રામાં લઈ શકાય છે. ૧-૧ ચમચી દિવસમાં ત્રણ વખત પાણી સાથે લેવું. જીર્ણજ્વર – જૂના તાવમાં રોજ સવારે – સાંજે ૧-૧ ચમચી ચૂર્ણ પાણી સાથે લેવું. મધુપ્રમેહ – ડાયાબિટીશ ૧-૧ ચૂર્ણ પાણી સાથે લેવું. શુધ્ધ મધ સાથે લેવાથી વધુ ફાયદો થશે. ગળોના ચૂર્ણ સાથે સમાનભાગે હળદર અને આમળાનું ચૂર્ણ મેળવી મધ સાથે લેવું વધુ ગુણકારી ગણાય છે. રેસીપી

પ્રદર – શરીર ધોવાતુ હોય તેવી સ્ત્રીઓએ રોજ સેવન કરવું. ક્ષય – હંમેશાં ૧-૧ ચમચી દૂધ સાથે દિવસમાં બે વખત લેતાં રહેવું. આમવાત – સમાન ભાગે સૂંઠનું ચૂર્ણ મેળવી સવારે – સાંજે પાણીમાં લેવું. ધાતુસ્થાનની ગરમી – સ્વપ્નદોષ, શુક્રસ્ત્રાવ, શીઘ્રપતન, ઊનવા વગેરેમાં પાણી અથવા દૂધ સાથે સવારે – સાંજે લેવું.નોંધ : આ ચૂર્ણ ત્રિદોષશામક, રસાયન, પથ્ય, ચક્ષુષ્ય, રક્તશુધ્ધિકર, વગેરે  ગળોના વેલાની ઉપરની છાલ ખુબ જ પાતળી, ભૂરી અથવા આછા ભૂરા રંગની હોય છે. જે ભાગને હટાવી દેવાથી તેનો માંસલ ભાગ લીલા રંગનો દેખાય છે. કાપવાથી તે ભાગ ચક્રાકાર દેખાય છે. પાંદડા હ્રદયના આકારના, ખાવાના પાન જેવા એકાંતર ક્રમમાં વ્યવસ્થિત હોય છે. જે 2 થી 4 ઈંચનો વ્યાસ ધરાવે છે. રેસીપી ગળાના વેલાને ગ્રીષ્મ ઋતુમાં પીળા રંગના નાના નાના ફૂલ આવેં છે. અને તેના પછી ફળ બેસે છે હે નાના વટાણા આકારના હોય છે એન પાકવાના સમયે લાલ રંગના થઇ જા છે. તેના બીજ સફેદ, ચીકણા આને મરચાના દાણાના જેવા હોય છે.

ગળોમાં કીનોન્સ, ફ્લેવોનોઈડ, પોલીફેનોલ્સ, ટેનિન, કુમૈરીન્સ, ટરપેનોઈડસ, એસેંશીયલ ઓઈલ્સ, અલ્કાલોઈડસ, લેક્ટિક, પોલીપેપ્ટાઈડ, ગ્લાઇકોસાઈડ, સૈપોનીંસ, સ્ટેરોઈડસ જેવા રાસાયણિક તત્વો હોય છે જેથી આ ગળો અનેક રોગોના ઈલાજ માટે ખુબ જ ઉપયોગી છે જેનો પાન, વેલા, ફળ, ફૂલ, મૂળ અને છાલ દ્વારા પાવડર, ચૂર્ણ, રસ અને ઉકાળા સ્વરૂપે ઉપયોગ કરવામાં આવે છે. અમે ક્યાં રોગોના ઈલાજમાં ઉપચાર તરીકે ગળોનો ઉપયોગ થાય છે તે વિશે જણાવીશું કે જેના દ્વારા તમે પણ આ ઉપાય કરી શકો. રોગ પ્રતિકારક શક્તિ: શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાથી શરીરમાં અનેક બીમારીઓ આવે છે. એવામાં ગળોનું સેવન કરવામાં આવે તો તે અત્યંત લાભકારી છે . ગળોના ઔષધીય ગુણોમાં ઈમ્યુનોમોડ્યુલેટરી ખુબ જ હોય છે જેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ક્રોનિક ફીવર જુનો તાવ: જ્યારે 10 થી 15 દિવસોમાં તાવનો સમસ્યા દુર ન થાય તો તે વ્યક્તિને જુનો તાવ હોય શકે છે. આ સમસ્યામાં ગળો ખુબ જ લાભદાયી છે. આ તાવમાં ગળો મહદઅંશે લાભ પહોંચાડે છે. તેના માટે ગળોના વેલા અને પાંદડાનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં એન્ટીપાયરેટીક તાવ ઠીક કરનારા અને એન્ટી મેલેરીયલ મેલેરિયા દુર કરનારા તત્વો હોય છે. પાચનશક્તિ વધારવા: ગળોમાં ઔષધિય ગુણમાં પાચન સંબંધો સમસ્યા દુર કરવાના ગુલ હોય છે જેથી ઝાડા અને મરડો તેમજ કબજિયાતની સમસ્યામાંથી દુર કરવામાં મદદ કરે છે. આ કારણે માનવામાં આવે છે કે પાચનતંત્રને મજબુત કરવા માટે ગળો ખુબ જ ઉપયોગી છે.

આ પણ વાંચો: કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો

ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો

ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય વાંચવા અહી ક્લિક કરો

કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો

જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય કે પછી કોઈ કારણ સર ઉલટી થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ફક્ત આટલું કરો વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

રાત્રે સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવો

રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : ૯૦ દિવસ સુધી નિયમિત ખાલી પેટે રસ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટી જશે વાંચવા અહીં ક્લિક

૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

આ પણ વાંચો: અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ વાંચવા અહી ક્લિક કરો

પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા વાંચવા અહી ક્લિક કરો

બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા વાંચવા અહી ક્લિક કરો

અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ વાંચવા અહી ક્લિક કરો

શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે વાંચવા અહી ક્લિક કરો

અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો પાઉડર વાંચવા અહી ક્લિક કરો

આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ વાંચવા અહી ક્લિક કરો

ડાયાબીટીસ: ગળો સુગર ઓછું કરવાના ગુણ ધરાવે છે જેથી ડાયાબીટીસના રોગમાં ગળો ખુબ જ લાભકારી અને ગળોનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. લોહીમાં સુગરનું પ્રમાણ ઘટાડવાના ગુણના લીધે શરીરમાં ઈન્સુલીનની સક્રિયતા વધે છે અને લોહીમાં સુગરનું પ્રમાણ નિયંત્રણમાં આવે છે જેથી ડાયાબીટીસથી છુટકારો મેળવવા ગળો ખુબ લાભકારી છે. ડેન્ગ્યું: ગળોને ઔષધીય ગુણોનો ભંડાર માનવામાં આવે છે. જેમાં એવા રસાયણ ઉપ્લબ્ધ હોય છે જેના લીધે રોગપ્રતિકારક શક્તિ વધે છે, ગળોથી રોગપ્રતિકારક શક્તિ વધતા ઘાતક બીમારીઓથી લડવાની ક્ષમતા વધે છે. આ બીમારીઓમાં મેલેરિયા અને ડેન્ગ્યું જેવી બીમારીઓનો પણ સમાવેશ થાય છે. ગળો આ રોગનું વાયરલ ઇન્ફેકશન રોકે છે. અસ્થમા દમ: અસ્થમાની સમસ્યાથી છુટકારો મેળવવા ગળો ખુબ જ ફ્ય્દાકારક છે, શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કાર્ય ગળો કરે છે જેના લીધે શ્વાસ સંબંધી સમસ્યાઓ પણ દુર થાય છે જેના લીધે અસ્થમાના લક્ષણોને ઓછા કરવાની ક્ષમતા પણ વધે છે. ગળોનું જ્યુસ મધ સાથે ભેળવીને પીવાથી અસ્થમામાં રાહત રહે છે.

સાંધાનો વા: ગળોમાં સોજાનો નાશ કરવાના એન્ટી ફ્લેમેટરી ગુણ હોય છે, સાથે સાંધાનો સોજો દુર કરવાના ગુણ હોય છે જેના પરિણામે સાંધાનો સોજાથી ઓછા કરવાના એન્ટી અર્થરાઈટીક અને દુખાવામાં રાહત આપતા એન્ટી ઓસ્ટીયોપોરાટીક જેવા પ્રભાવશાળી ગુણ હોય છે જેન લીધે ગઠીયો વા દુર થાય છે. ગળોના કોઇપણ રૂપે સેવન કરવાથી આ વા માં રાહત મળે છે. આંખની બીમારી: આંખો સંબંધી સમસ્યાના નિરાકરણમાં ગળો ઉપયોગી છે. જે રોગપ્રતિકારક શક્તિ વધારનારા ઈમ્યુનોમોડ્યુલેટરી ગુણા આભારી છે. આમ આંખોની સમસ્યામાં રોગપ્રતિકારક શક્તિ વધતા તે રોગનો નાશ થાય છે. જેમાં આંખની આંજણી, કમળો, આંખમાંથી પાણી પડવું અને મોતિયો જેવી બીમારીમાં રાહત મળે છે.

મોતિયો: 10 મિલી ગળોના રસમાં 1 ગ્રામ મધ અને 1 ગ્રામ સિંધવ મીઠું નાખીને સારી રીતે ભેળવીને આંખમાં પાંપણો પર આંજવાની અંધાપો, સોજો, ચીપડા, સફેદ અને કાળો મોતિયો બંધ દુર થાય છે. ગળોના રસમાં ત્રિફળા ભેળવીને ઉકાળો બનાવીને તેમાં 10 થી 20 મિલી ઉકાળામાં 1 ગ્રામ પીપળીનું ચૂર્ણ અને મધ ભેળવીને સવારે અને બપોરે સેવન કરવાથી આંખોનું તેજ વધે છે. યૌન ઈચ્છાઓ પ્રભાવી બને: શારીરિક ઈચ્છાઓ અને યૌન સમસ્યા વગેરે ગળો દ્વારા જાગૃત કરી શકાય છે. જ્યારે મનુષ્યનું શરીર બીમાર રહે છે ત્યારે યૌન ઇચ્છાઓ અને હોર્મોન્સમાં ઉણપ સર્જાય છે. ગળોમાં રોગપ્રતિકારક શક્તિ વધારતા તત્વને કારણે એફ્રડીજીએક પ્રભાવ હોવાને કારણે યૌન સંબંધી ઈચ્છાઓ વધે છે.

ઉમર સામે શરીરનો પ્રભાવ ઘટાડે: ગળોમાં આવેલા રાસાયણિક તત્વોને કારણે ગળોમાં એન્ટી એન્જિગ પ્રભાવ હોય છે.તે સ્વાસ્થ્ય સંબંધી ઘણી બીમારીમાં ઉપયોગી થાય છે. જયારે વ્યક્તિની ઉમર વધતા જાય તેમ શરીરમાં અને ચહેરા પર કરચલીઓ પડે છે અને વ્યક્તિ વૃદ્ધ દેખાવા લાગે છે જ્યારે ગળોનું નિયમિત સેવન કરવાથી ઉમરનો પ્રભાવ દેખાતો નથી. જેથી આ સેવનથી શરીરને યુવાન જ રાખે છે.કમળો: કમળાના દર્દીઓ માટે ગળોના પાંદડાનો રસ ખુબ જ ઉપયોગી છે. ગળોમાથી રસ કાઢીને પીવાથી કમળો મટે છે અને સાથે આવતો તાવ અને દુખાવાથી પણ આરામ મળે છે. ગળોમાં રસ સિવાય ગળોના ચૂર્ણનો પણ ઉપયોગ કરીને કમળાથી છુટકારો મેળવી શકાય છે. એક થી બે ચમચી ગળોના ચૂર્ણ અને મધ ભેળવીને દિવસમાં બે વાર નાસ્તા અથવા ખાવા સાથે લેવાથી કમળો મટાડી શકાય છે.ગળોના 20 થી 30 મિલી ઉકાળામાં 2 ચમચી મધ નાખીને પીવાથી કમળો ઠીક થાય છે. ગળોના 10 થી 20 પાંદડાને વાટીને એક ગ્લાસ છાશમાં નાખીને ગાળીને પીવાથી કમળો મટે છે. અપચો: પાચન સંબંધી સમસ્યામાં ગળો અપચો પણ દુર કરે છે. પાચન સંબંધી સમસ્યામાં કબજિયાત, એસીડીટી અને અપચો વગેરેથી પરેશાન વ્યક્તિ ગળોના સેવા દ્વારા આ સમસ્યાઓને દુર કરી શકે છે. ગળોનો ઉકાળો, પેટની ઘણી બીમારીઓ દુર રાખે છે. આ સમસ્યાના નિરાકરણ માટે દરરોજ અડધી ચમચી ગળોનું ચૂર્ણ ગરમ પાણી સાથે રાત્રે સુતા પહેલા લેવાથી કબજિયાત, અપચો અને એસીડીટી જેવી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે.

ઉધરસ: ઘણા દિવસોથી ઉધરસથી પરેશાન વ્યક્તિ ગળોનું સેવન કરે તો તેના માટે ખુબ જ ફાયદાકારક છે. ગ્લોમાં એન્ટીએલેર્જીક ગુણ હોય છે જેના લીધે શરદીથી જલ્દીથી આરામ મેળવી શકાય છે. ઉધરસ દુર કરવા માતાએ ગળોનો ઉકાળો પણ ફાયદાકારક છે. ઉધરસથી છુટકારો મેળવવા માટે ઉકાળો બનાવીને મધ સાથે દિવસમાં 2 વખત સેવન કરવાથી ઉધરસ દુર થાય છે. તાવ: ગળોના એન્ટીપાયરેટીક ગુણના લીધે જે જૂનામાં જૂના તાવને દુર કરે છે. આ પરિણામે ડેન્ગ્યું, મેલેરિયા, સ્વાઈન ફ્લુ જેવી ગંભીર સમસ્યાઓથી આરામ મેળવી શકાય છે. તાવ આવતા સમયે ગળોનું ચૂર્ણ દિવસમાં બે વખત લેવાથી તાવ દુર થઇ શકાય છે.

એનીમિયા: શરીરમાં લોહીની ઉણપના કારણે ઘણા રોગો થતા હોય છે જેમાં લોહીની ઉણપથી સૌથી ખતરનાક રોગ એનીમિયા છે. મોટાભાગે એનીમિયાથી સ્ત્રીઓ વધારે પરેશાન હોય છે. એનીમિયાથી પીડિત મહિલાઓ માટે ગળોનો રસ ખુબ ફાયદાકારક છે. ગળોનો રસ શરીરમાં લોહીની ઉણપ દુર કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. બે થી ત્રણ ચમચી ગળોનું જ્યુસને મધ સાથે અથવા પાણી સાથે પીવાથી એનીમિયામાં દુર થાય છે.લીવર સમસ્યા: વધારે દારુનું સેવન ઘણી રીતે નુકશાન પહોચાડે છે. એવામાં ગળોનું ચૂર્ણ લીવર માટે ટોનિકની જેમ કાર્ય કરે છે. તે લોહીને સાફ કરે છે અને એન્ટીઓક્સીડેન્ટ એન્જાઈમના સ્તરને વધારે છે. આ રીતે તે લીવરના કાર્યને વ્યવસ્થિત કરે છે અને લીવરને સ્વસ્થ રાખે છે. ગળોનું સેવન કરવાથી લીવર સંબંધી અનેક રોગો મટે છે. એક થી બે ચપટી ગળોનું ચૂર્ણ મધ સાથે ભેળવીને દિવસમાં બે વાર સેવન કરવાથી લીવર સંબંધી સમસ્યા દુર થાય છે.

હેડકી: ગળો અને સુંઠના ચૂર્ણને નાકમાંથી સુંઘવાથી હેડકી બંધ થાય છે. ગળોનું ચૂર્ણ અને સુંઠની ચટણી બનાવીને તે દૂધ સાથે પીવાથી હેડકી બંધ થાય છે. ગળોના આ સેવનથી અન્નનળી અને શ્વાસનળીમાં ફસાયેલો ખોરાક કે છાલો દુર થઈને સાફ થવાથી હેડકી બંધ થાય છે.

કાનની બીમારી: ગળોના વેલાને ગરમ પાણીમાં ગ્સીને તેનો રસ કાઢીને કાનમાં 2- 2 ટીપા નાખવાથી કાનનો મેલ સાફ થાય છે. આ સાથે કાનની અન્ય બીમારીઓથી પણ રાહત થાય છે. કોઇપણ પ્રકારની આડઅસર કે કાનમાં નુકશાન પહોચાડ્યા વગરે ગળો કાનના મેલને સાફ કરે છે. ટીબી: ગળો ટીબીના દર્દીની સમસ્યામાંથી રાહત અપાવવા ખુબ જ ઉપયોગી છે. આ માટે આ ઔષધી બનાવવા માટે તેનો ઉકાળો બનાવવાની જરૂર રહે છે. તેમાં અશ્વગંધા, ગળો, શતાવરી, દશમૂળી, બલામૂળ, અરડુંચી, પોહકરમૂળ આને અતિસ બધાને સરખા પ્રમાણમાં લઈને ઉકાળો બનાવીને 20 થી 30 મિલી ઉકાળો સવાર અને સાંજ પીવાથી ટીબી મટે છે. આ ઉકાળો દૂધ સાથે પીવાથી ખુબ જ ફાયદો થાય છે. ઉલ્ટી: એસીડીટીના કારણે ઉલ્ટી થતી હોય તો ગળોના રસમાં 4 થી 6 ગ્રામ સાકરની મિશ્રી ભેળવીને સવાર અને સાંજે પીવાથી ઉલ્ટી બંધ થાય છે. ગળોની 125 થી 250 મિલી ચટણીમાં 15 થી 30 ગ્રામ મધ ભેળવીને દિવસમાં ત્રણ વખત સેવન કરવતી ઉલ્ટીની સમસ્યા દુર થાય છે, 20 થી 30 મિલી ગળોના ઉકાળામાં મધ ભેળવીને પીવાથી તાવના લીધે થતી ઉલ્ટી બંધ થાય છે. ગળોના રસમાં સાકર ભેળવીને પીવાથી ઉલ્ટી મટે છે. કબજિયાત: હરડે, ગળો અને ધાણા સરખા પ્રમાણમાં 20 ગ્રામ જેટલા લઇ અડધા લીટર પાણીમાં પકાવી લીધા બાદ તેમાં ચોથા ભાગનું પાણી વધે ત્યારે તેનો ઉકાળો બનાવીને તેમાં ગોળ નાખીને સવાર અને સાંજે પીવાથી કબજીયાતની બીમારી ઠીક થાય છે.

એસીડીટી: ગળોના 10 થી 20 મિલી રસમાં ગોળ અને સાકરની મિશ્રીનું સેવન કરવાથી એસીડીટી મટે છે. ગળોના 20 થી 30 મિલી ઉકાળામાં અથવા ચટણીમાં 2 ચમચી મધ ભેળવીને પીવાથી એસીડીટી ઠીક થાય છે. આ સિવાય 10 થી 30 મિલી ઉકાળામાં ગળોની છાલ, ગળોને નાની વાટકી બરાબર ભાગમાં લઈને અડધો લીટર પાણીમાં પકાવીને ઉકાળો બ્નાવોં અને ઠંડો પડ્યા બાદ 10 થી 30 મિલી ઉકાળામાં મધ ભેળવીને સોજો, ખાંસી, ઝડપી શ્વાસ, તાવ અને એસીડીટીની સમસ્યા મટે છે.
કેન્સર: ગળો અને ઘઉના જવારાનું સેવન કરવાથી કેન્સરની બીમારી મટે છે. આ ઉપાય કરવાથી કેન્સરના રોગીને ખુબ જ ફાયદો થાય છે. 2 ફૂટ લાંબી એક એક આંગળી જેટલી જાડી ગળોને 10 ગ્રામ ઘઉના જવારાના લીલા પાંદડા લઈને થોડાક પાણી સાથે વાટીને કપડા વડે નીચોવીને 1 કપ જટલું દ્રાવણ ખાલી પેટે સેવન કરવાથી કેન્સર જેવા રોગને પણ મટાડી શકે છે.

હાથીપગો: 10 થી 20 મિલી ગળોના રસમાં 30 મિલી સરસવનું તેલ ભેળવીને દરરોજ પીવાથી હાથીપગો મટે છે. આ રોગને ફાયલેરિયા તરીકે ઓળખવામાં આવે છે. હાથીપગો એક ગંભીર બીમારી છે જેમાં વ્યક્તિના શરીરના અંગો ખુબ સોજી જાય છે. આવું ફીલેરીયલ વર્મના કારણે થાય છે. 10 થી 20 ગ્રામ ગળોના જ્યુસમાં 50 મિલી કડવી બદામ (કરંજ)નું તેલમાં ભેળવીને ખાલી પેટે પીવાથી હાથીપગો મટે છે.વજન ઘટાડવા: વધારે વજન અને શરીર વધવાની સમસ્યા દુર કરવા ગળો ખુબજ ઉપયોગી છે. એક ચમચી ગળોના રસમાં એક ચમચી મધ ભેળવીને સવાર અને સાંજે સેવન કરવાથી વજન અને શરીર ઘટે છે. આ સિવાય પેટમાં કૃમી અને જીવાણુંના કારણે શરીરમાં લોહીની ઉણપ સર્જાય છે આ સમયે ગળોનું સેવન કરવાથી જીવાણું મરી જાય છે.

ધાધર: ગળોનો રસ પીવાથી લોહી સંબંધી બીમારી દુર થાય છે. ગળો લોહીને સાફ કરે છે. જેના લીધે લોહી શુદ્ધ થાય છે જેનાથી ચામડીના રોગો મટે છે. સાથે ગળોના લીધે રોગ પ્રતિકારક શક્તિ વધે છે જેથી ફૂગ અને જીવાણુંના લીધે તથા રોગો પણ નાશ પામે છે. ગળોના પાંદડાને હળદર સાથે વાટીને ધાધરવાળા ભાગ પર લગાવવાથી અને મધ સાથે ગળોનો રસ પીવાથી ધાધર મટે છે.

ચીકનગુનિયા: ગળો શરીરને ઠંડક આપે છે. જેનાથી તાવમાં રાહત મળે છે. આ પ્રમાણે ચીકનગુનીયામાં માટે પણ ગળો ખુબ જ પ્રભાવશાળી છે. ગળોનું સેવન શ્વેતકણોને નિયંત્રિત કરે છે. ગળોમાં સોજા રોકવાના અને કફ અને દમ અને ડાયાબીટીસમાં લોહીમાં સુગર કન્ટ્રોલ કરવાના ગુણ હોય છે. બળતરા: ગળોના સેવન દ્વારા પગની બળતરા દુર કરી શકાય છે. ઘણા ઉપાયો કરવા છતા કોઈ ફાયદો ના થઇ રહ્યો હોય તો ગળોનું સેવન કરવાનો ઉપયોગ કરવાથી જરૂર ફાયદો મળશે. ગળોના રસને લીમડાના પાંદડામાં અને આમળા સાથે ભેળવીને ઉકાળો બનાવીને દિવસમાં દરરોજ 2 થી ૩ વખત પીવાથી હાથ અને પગમાં થતી બળતરા મટે છે. કફ: ગળો અને મધનું સેવન કરવાથી કફ મટે છે. ઘણા વ્યક્તીને શરદી અને ઉધરસ આવતી હોય છે. આ સમસ્યા માટે કફ જવાબદાર છે. દરરોજ બે ચમચી ગળોનો રસ પીવાથી કફ સંપૂર્ણ નાશ પામે છે. ગળો શરીરને અને લોહીને શુદ્ધ કરવાનો ગુણ ધરાવે છે જેના લીધે ફેફસા, શ્વાસનળી અને નાક સાફ રહે છે અને કફ હોય તો તે મળ દ્વારા બહાર નીકળી જાય છે. મધ સાથે ગળોનું સેવન કરવાથી કફ મટે છે. હાર્ટ એટેક: કાળા તીખા અને ગળો ગરમ પાણી સાથે સેવન કરવાથી છાતીના રોગથી રાહત થાય છે. આ મિશ્રણ સતત સાત દિવસ ચાલુ રાખવાથી હ્રદય સંબંધી અનેક સમસ્યાઓ દુર થાય છે. ગળોમાં આવેલા તત્વો લોહીના દબાણ અને તેના પરિભ્રમણ સ્તરને કાબુમાં રાખે છે. કોલેસ્ટેરોલ પણ કાબુમાં રહે છે, જેના પરિણામે હાર્ટ એટેકનું જોખમ ઘટે છે.

કોઢ: 10 થી 20 મિલી ગળોના રસમાં દિવસમાં બે થી ત્રણ વખત નિયમિત રીતે પીવાથી કોઢની બીમારી મટે છે. ગળોનો રસને પીવાય એટલા પ્રમાણમાં પીવાથી અને આ પછી માત્ર મગના સૂપનું જ ભોજન તરીકે અને સાથે ભાત અને ઘી ઉપયોગ કરવાથી કોઢ મટે છે. ખીલ: ખીલ અને ફોલ્લીઓથી પરેશાન વ્યક્તિએ ગળોને ફળોને વાટીને ચોપડવાથી ખીલ અને ફોલ્લીઓ તેમજ ચાંદાઓ અને ગુમડા મટે છે. ગળોના પાનને મધમાં વાટીને ગૂમડા પર ચોપડવાથી ગુમડા મટે છે.

પથરી: ગળોના 10 થી 20 મિલી રસમાં 2 ગ્રામ પાષણ ભેદ ચૂર્ણ આને 1 ચમચી મધ ભેળવીને દિવસમાં 4 થી 5 વખત પીવાથી પથરી મટે છે. આ સિવાય ગળોનો ઔષધ તરીકે ઉપયોગ કરીને વાયુ, રક્તપિત, બરોળનો ગાંઠ, તરસ, દાહ,, પાંડુરોગ, સફેદ વાળ, શીઘ્ર પતન, મગજના રોગો, માથાનો દુઃખાવો વગેરે બીમારીઓ મટે છે. આમ, ગળોના વેલા, મૂળ, પાંદડા, બીજ, ફળ, ફૂલ અને છાલનો ઉપયોગ કરીને ચૂર્ણ, રસ, ઉકાળો અને પેસ્ટ બનાવીને ઉપયોગમાં લેવામાં આવે છે અને જેથી અનેક રોગો અનેં બીમારીઓને નાબુદ કરી શકાય છે. આ માહિતી દ્વારા ગળાનો ઉપયોગ કરીને લાગુ પડેલી બીમારીઓને દુર કરી શકશો. આશા રાખીએ છીએ કે આ ગળોના ઔષધીય ગુણો વિશેની આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થશે અને તેનો ઉપયોગ કરીને તમે રોગમુક્ત થઈને અને તંદુરસ્ત શરીર રાખી શકશો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here