સુરતી પ્રખ્યાત સેવ- ખમણી બનાવવાની રીત વાંચો અને શેર કરો

0

સુરતી સેવ- ખમણી સામગ્રી ૫૦૦ ગ્રામ ચણાની દાળ ૫ લીલાં મરચાં ૧ ટેબલ સ્પન તલ ૨૫ ગ્રામ લાલ સૂકી દ્રાક્ષ » ૨૫ ગ્રામ કાજુ , ૨૫ ગ્રામ કોપરાનું ખમણ » ૧ લીંબુ – મોટું ૭ કળી લસણ » ૧ ઝૂડા લીલા ધાણા » ૨૫૦ ગામ ખૂબ ઝીણી ચણાની સેવ » મીઠું , મરચું , હળદર , ખાંડ , રાઈ , હિંગ » શ્રી ગીતા સીંગ તેલ » લીલી ચટણી – પ્રમાણસર

રીત ચણાની દાળને રાત્રે પાણીમાં પલાળી રાખવી . સવારે નિતારી , ઝીણી વાટવી . પછી વાટેલી દાળ કૂકરમાં બાફી લેવી . એક વાસણમાં તેલ મૂકી ગરમ થાય એટલે રાઈ , હિંગનો વઘાર કરી , તેમાં ચણાની દાળનો ભૂકો , મીઠું , મરચું , હળદર , ખાંડ , લીલાં મરચાંની બારીક કટકી , તલ , દ્રાક્ષ , કાજુના બારીક કટકા નાંખી , હલાવી ઉતારી લેવું . પછી તેમાં કોપરાનું ખમણ , લીંબુનો રસ , વાટેલું . લસણ અને લીલા ધાણા નાંખી , હલાવવું . એક ડીશમાં ખમણી મૂકી , તેના ઉપર ચણાની સેવ ભભરાવવી . ઉપર એક ચમચી લીલી ચટણી બનાવી નાંખવી .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here