ઉપયોગમાં આવે તેવી રસોઈ ટીપ્સ

0

લીંબુ કેરી , મોસંબી માથી વધારે રસ કાઢવા શુ કરશો લીંબુ કેરી , મોસંબી જેવાં ફળમાંથી રસ કાઢતા પહેલાં જો એને થોડીવાર પાણીમાં પલાળીને રાખવામાં આવે તો રસ વધુનીકળે છે

વેજિટેબલ સૂપને વધારે ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવવા માટે ફક્ત આટલું કરો વેજિટેબલ સૂપને વધુ ટેસ્ટી બનાવવા શાકભાજીને પહેલાં માખણમાં સાંતળી લેવા .

કૂકરની સીટી બગડી ગઇ છે ત્યારે શું કરશો કુકરમાં રસોઈ કરતા પહેલાં તેની રિંગને સહેજ ભીની કરીને કૂકર બંધ કરવાથી સીટી વ્યવસ્થિત વાગશે

બાળકો માટે કાજુ સૌથી ઉત્તમ છે આથી બાળકો કાજુ ખાય એ માટે ટેસ્ટી બનાવવા માટે શુ કરશો કાજુને વધુ ટેસ્ટી બનાવવા માટે તેને બેદિવસમીઠાના પાણીમાં પલાળી રાખો અને પછી તડકે સૂકવી દો .

કચરા ટોપલીમાં ખૂબ વાંસ આવે છે તો કચરા ટોપલીને ફ્રેશ રાખવા સંતરાંની છાલને કચરા ટોપલીમાં મૂકી રાખો , આવું કરવાથી કચરા ટોપલીમાંથી આવતી દુર્ગધ દૂર થશે .

ચાના વધેલા કૂચા અને લીંબુના રસને મિક્સ કરી લોખંડનું ફર્નિચર ધોવાથી કાટદૂર થાય છે અને નવા કર્નિચરની જેમ ચમકી ઊઠે છે .

લીંબુને એક મહિના સુધી એક મહિના સુધી તાજાં રાખવા માટે લીંબુને એરટાઇટ પ્લાસ્ટિકના બોક્સમાં રાખીને ફ્રીઝમાં મૂકવાથી એક મહિના સુધી તાજાં રહેશે .

ફ્રિઝરમાં બરફનીટે ચોંટી જતી હોય તો Gો ત્યાં બરફની ટ્રે રાખતા પહેલાં સરસિયાનું તેલ ચોપડી દેવું આમ કરવાથી ટ્રે સરળતાથી નીકળી જશે .

શાક ફિકુ લાગતું હોય કે પછી તેમાં કોઈ ટેસ્ટ ન લાગતો હોય તો શાકમાં કાળાં મરીનાખો , શાક વધુ સ્વાદિષ્ટ બનશે .

તમે સેવ ઘરે બનાવો છો તો આ ઉપાયથી બનાવજો સેવ ખૂબ સરસ અને।સ્વાદિષ્ટ બનશે સેવ ઝારા પર ચણાનો લોટ ઘસીને , ગરમ તેલમાં સેવ પાડવાથી વધુ સ્વાદિષ્ટ બને છે .

ગુલાબ જાંબુ ઘીમાં તરતી વખતે તુટી જાય છે જો ગુલાબ જાંબુ કે માવાની મીઠાઈ તળતી વખતે ઘીમાં તૂટી રહી છે , તો તેમાં થોડો મેંદો મિક્સ કરવાથી તે તૂટશેનહીં .

બંગાળી મીઠાઈ બનાવતી વખતે ખાંડ અને પાણીનું પ્રમાણ 5-6નું હોવું જોઈએ . રસગુલ્લા , ચમચમ જેવી મીઠાઈઓ આ ચાસણીમાં બનાવવાથી વધુ સ્વાદિષ્ટ બને છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here