અજમાવી જુઓ આ કિચન ટીપ્સ, હેલ્થ ટીપ્સ અને રસોઈ ટીપ્સ

શાકભાજીને શેક્યા પછી પણ ગેસ બર્નર નહીં બગડે : જો તમે ટામેટા, રીંગણ, મરચું કે બીજું કોઈ પણ શાક શેકવા જઈ રહ્યા હોવ તો તેને ગેસ પર સીધું મુકો છો તો તે પહેલા તેના પર થોડું તેલ લગાવો. તેનાથી શાકભાજીની છાલ સરળતાથી નીકળી જશે.

રસોડાની કાતરની ધાર ઓછી થઈ ગઈ હોય તો અપનાવો આ ટ્રિક

જો તમારા રસોડાની કાતરની ધાર ઓછી થઈ ગઈ હોય તો તમે નવી કાતર લેતા પહેલા આ ટ્રિક ચોક્કસથી અજમાવી શકો છો. મીઠાના બોક્સમાં બે-ત્રણ મિનિટ માટે કાતર ચલાવો. હા, સાદા મીઠામાં. બસ તમારી કાતરની ધાર એકદમ તીક્ષ્ણ બની જશે અને નવી કાતર લાવવાની જરૂર નહીં પડે.

દાળ બનાવતી વખતે, જો કુકરના ઢાંકણમાંથી વારંવાર દાળનું પાણી નીકળે છે અને આસપાસની દરેક વસ્તુ ગંદી થઈ જાય છે, તો તમારે ફક્ત એક ટિપ્સ અપનાવવી પડશે. દાળને બાફતી વખતે કૂકરમાં દાળની સાથે સ્ટીલનો એક નાનો વાટકો મૂકો. તમારે એક ખાલી બાઉલ મુકવો પડશે જેથી દાળ બહાર આવશે નહીં અને કૂકરની સીટીમાંથી માત્ર વરાળ જ નીકળશે.

હીરાના આભુષણની ચમક જાળવી રાખવા માટે હીરાના આભૂષણો બટર પેપરમાં લપેટીને રાખવાથી તેની ચમક જળવાઇ રહે છે.

 જુના ટુવાલને ચારે બાજુથી બરાબર સીવીને મેટ તરીકે ઉપયોગ કરવો.

વધારે પડતું ખવાઈ જવાથી અપચાથી છૂટકારો પામવા પાકા દાડમનો રસ એક ચમચો, અડધો ચમચોે જીરાનો ભૂકો  તથા  ગોળ  ભેળવી દિવસમાં ત્રણ વાર ખાવાથી રાહત થાય છે. ખમણી પર તેલ ચોપડી ચીઝ ખમણવાથી ચીઝ ખમણીને ચોંટશે નહીં.

વધારે પડતું ખવાઈ જવાથી અપચાથી છૂટકારો પામવા | હીરાના આભુષણની ચમક જાળવી રાખવા માટે | રસોડાની કાતરની ધાર ઓછી થઈ ગઈ હોય તો | શાકભાજીને શેક્યા પછી પણ ગેસ બર્નર નહીં બગડે

Leave a Comment