ઓપરેશન વગર પેશાબની કોઈપણ તકલીફમાં ઘરે કરો આ ઉપચાર

0

પેશાબ ( ૧ ) સવાર – સાંજ ભોજન પછી બન્ને પાકાં કેળાં ખાવાથી વધુ પડતો પેશાબ થવાની તકલીફ મટે છે . ( છાંટ પડેલાં કેળાં બરાબર પાકેલાં ગણાય . ) ( ૨ ) બોરડીનાં કુમળાં પાન અને જીરુ મેળવી પાણીમાં ઘંટી તેનો રગડો કરી ગાળીને પીવાથી ગરમીથી રોકાયેલો પેશાબ સાફ ઉતરે છે .

( ૩ ) મુળાના પાનના રસમાં સોડા – બાય – કાર્બ મેળવીને પીવાથી પેશાબ સાફ આવે છે . ( ૪ ) સીતાફળીનું મુળ પાણીમાં ઘસી પીવાથી બંધ થયેલો પેશાબ છુટે છે . ( ૫ ) ફોતરાં સાથેની ૧ થી ૧.૫ ગ્રામ એલચી ખાંડી , ૧૦ ગ્રામ પાણી અને ર ૦૦ ગ્રામ દુધમાં ઉકાળી , બેચાર ઉભરા આવે ત્યારે ઉતારી , ઢાંકી દઈ ઠંડુ થયા બાદ સાકર મેળવી , અર્ધા અર્ધા કલાકે ૧૦૦-૧૦૦ ગ્રામ પીવાથી પેશાબ છુટે છે , અને મુત્રાઘાત ( પેશાબની અટકાયતનો રોગ ) મટે છે .

( ૬ ) એલચીદાણા અને સુંઠ સમભાગે લઈ , દાડમના રસમાં કે દહીંના નીતર્યા પાણીમાં સીંધવ મેળવી પીવાથી પેશાબ છુટે છે અને મુત્રાઘાત મટે છે . ( ૭ ) એલચીનું ચુર્ણ મધમાં મેળવી ચાટવાથી મુત્રકૃચ્છ ( અટકી અટકીને ટીપે ટીપે પેશાબ થવાનો રોગ ) મટે છે . ( ૮ ) તડબુચના બી પીસી ૧૫ ગ્રામ પાણીમાં સાકર ભેળવી પીવાથી અને તડબુચની છાલ પીસી પેઢા પર લેપ કરવાથી પેશાબની છુટ થાય છે .

( ૯ ) પેશાબ ઓછો આવતો હોય , બળતરા સાથે આવતો હોય કે પેશાબ અંગે કોઈ તકલીફ જણાય તો ગોખરુનો ભુકો પાણી સાથે લેવાથી ઘણી રાહત થાય છે . ( ૧૦ ) ગરમ દુધમાં ગોળ ઓગાળી પીવાથી પેશાબના રોગો મટે છે . ( ૧૧ ) તાજો નીરો પીવાથી પેશાબના રોગો મટે છે . ( ૧૨ ) પેશાબ પુરેપુરો નીકળી જતો ન હોય એમ લાગે તો પેશાબ કર્યા પછી ૧૦ થી ૧૨ વખત પેશાબ કરવા જોર કરો અને છોડી દો . પેટ ઉપર પણ આ વખતે દબાણ કરો . બે મહિનામાં મુત્રાશય ( બ્લેડર ) ના અને નીચેના સ્નાયુ મજબુત થશે અને પેશાબ બરોબર થશે .

શૈયામુત્ર ( ૧ ) કાળા તલ રાત્રે બાળકને ખવડાવવાથી પથારીમાં પેશાબ કરવાની તકલીફ મટે છે ( ૨ ) આમળાં અને હળદરનું સમાન ભાગે બનાવેલા ૧-૧ ચમચી ચુર્ણનું મધ સાથે બાળકને દીવસમાં ત્રણ વાર સેવન કરાવવાથી પથારીમાં પેશાબ કરવાની તકલીફ મટે છે .

( ૩ ) સુકાં આમળાનું ચુર્ણ ૧૦૦ ગ્રામ અને પ ૦૦ ગ્રામ મધનું મિશ્રણ કરી સવાર – સાંજ ૧-૧ ચમચો બાળકને આપવાથી એની પથારીમાં પેશાબ કરવાની તકલીફ મટે છે . ( ૪ ) સાંજે પ્રવાહી બને તેટલું ઓછું આપવું અને સાંજના આહારમાં બટાટા આપવા . સાંજે બટાટા ખાવાથી રાત્રે પેશાબ કરવાની તકલીફ મટે છે . ( ૫ ) સવાર – સાંજ ભોજન પછી બળે પાકાં કેળાં ખાવાથી વધુ પડતો પેશાબ થવાની તકલીફ મટે છે . ( છાંટ પડેલાં કેળાં બરાબર પાકેલાં ગણાય . ) “

( ૬ ) લોધરની છાલનો ૪૦-૪૦ ગ્રામ ઉકાળી સવાર સાંજ પીવાથી પથારીમાં પેશાબ કરવાની ટેવ છૂટી જાય છે . ( ૭ ) સાવ નાની ચમચી રાઈનું ચુર્ણ સવાર – સાંજ પાણી સાથે આપવાથી નાના બાળખોની પથારીમાં પેશાબ કરવાની તકલીફ મટી જાય છે . રાઈ ઘણી ગરમ હોવાથી એના ઉપયોગમાં સાવચેતી રાખવી . પીત્ત પ્રકૃતી હોય તો આ ઉપાય ન કરવો . (

૮ ) એક એક ખજુર ગાયના દુધ સાથે ખુબ ચાવીને સવાર – સાંજ બાળકને ખાવા આપવાથી એની પથારીમાં પેશાબ કરવાની ટેવ દુર થાય છે .

પેશાબ માર્ગે બળતરા ( ૧ ) ભાતના ઓસામણમાં થોડું દુધ અને થોડી ખાંડ મેળવી રોજ થોડા દીવસ સુધી લેવાથી પેશાબ માર્ગે થતી બળતરા મટી જાય છે . અન્ય આહાર જોડે આ આહાર દરરોજ બંને સમય નીયમીત લેતા રહેવું . મધુપ્રમેહના વ્યાધીમાં પણ મર્યાદીત પ્રમાણમાં સેવન કરી શકાય . ( ૨ ) ઉમરાનું પાન તોડી તેમાંથી નીકળતું દુધ સાકરમાં મેળવી ખાવાથી પેશાબની બળતરા મટે છે .

( ૩ ) એક ડુંગળી છીણી એક ગ્લાસ પાણીમાં અડધું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી , ગાળીને દીવસમાં ત્રણેક વખત પીવાથી એકાદ અઠવાડીયામાં પેશાબની બળતરા મટે છે . પ્રયોગ વધુ લંબાવવો હોય તો લંબાવી શકાય . ( ૪ ) નાળીયેરના પાણીમાં ગોળ અને ધાણાનું ચુર્ણ મેળવી શરબત જેવું બનાવી પીવાથી પેશાબની બળતરા મટે છે . ( ૫ ) ૪૦ ગ્રામ કાળી દ્રાક્ષ ઠંડા પાણીમાં રાત્રે પલાળી રાખી સવારે મસળી , ગાળી , થોડા જીરુની ભુકી નાખી પીવાથી પેશાબની ગરમી મટે છે .

( ૬ ) કેળનું ૪૦-૫૦ ગ્રામ પાણી ગરમ કરેલા ઘીમાં નાખીને પીવાથી બંધાયેલો પેશાબ તરત જ છુટી જાય ( ૭ ) પેશાબ અટકી અટકીને થવો , વધુ થવો કે બળતરા સાથે થવો વગેરેમાં તલ ખાવાથી લાભ થાય છે . ( ૮ ) પેશાબ ઓછો આવતો હોય , બળતરા સાથે આવતો હોય , અટકી અટકીને આવતો હોય તો વડનાં સૂકાં પાંદડાંનો ઉકાળો પીવો . ( ૯ ) અળવીના પાનનો રસ ત્રણ દીવસ પીવાથી પેશાબની બળતરા મટે છે .

( ૧૦ ) એલચીને આમળાંના રસ કે તેના ચુર્ણ સાથે લેવાથી પેશાબની બળતરા મટે છે . ( ૧૧ ) કાકડીના કચુંબરમાં લીંબુનો રસ , થોડું જીરુનું ચુર્ણ અને સાકર નાખી ખાવાથી પેશાબની બળતરા મટે છે . ( ૧૨ ) ચીકુ સાકર સાથે ખાવાથી પેશાબની બળતરા મટે છે . ( ૧૩ ) લીંબુના રસમાં જવખાર મેળવી પીવાથી પેશાબની બળતરા મટે છે . ( ૧૪ ) અતીશય ગરમ પેશાબ થતો હોય તેમ જ પેશાબ ખુબ વાસ મારતો હોય તો એ દુધ સાથે ચ્યવનપ્રાશ લેવાથી બેએક અઠવાડીયામાં દુર થાય છે .( ૧૫ ) પીવાના સોડામાં દુધ મેળવી તરત જ પી જવાથી એકદમ પેશાબ થઈ પેશાબે ગરમી હોય તો તે શાંત થાય છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here