ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • શિયાળાની મજા માણો આ વાનગીઓ સાથે

    સોમવારનું સાંજનું ભોજન મેનુ:  તુવેરના ટોઠા બનાવવા માટે જરૂરી સામગ્રી:  1 વાડકી તુવેર (કઠોળ ની) 1 ડુંગળી 1/4 tsp હળદર 2 ટામેટાં 1/2 વાડકી લીલા કાંદા નો લીલો ભાગ 1/4 વાડકી લીલા કાંદા નો સફેદ ભાગ 1/2 વાડકી લીલા લસણ નો લીલો ભાગ 1/4 વાડકી લીલા લસણ નો સફેદ ભાગ 1 ચમચી આદુ મરચાં લસણ ની પેસ્ટ 1 tsp કાશ્મીરી લાલ મરચું 1 tsp ધાણા જીરું…

  • શરીરમાં જમા થયેલા કોલેસ્ટ્રોલનુ લેવલ ઘટી જશે આ યોગથી

    કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે વપરાતી કેટલીક વાતોથી માંસપેશીઓમાં દુખાવો પેદા થાય છે. લીવરને પણ નુકસાન થાય છે. કેટલીક એવી વસ્તુ છે જેનાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. પણ બ્લડશુગર નૉ યુરિક એસિડ વધી જાય છે. કેટલીક દવાઓ તો પિત્તાશયમાં પથરી પણ બનાવી દે છે. આમ , દવાઓના સેવનથી કૉલેસ્ટ્રોલનું સ્તર તેને નીચે આવી જાય, પણ આડઅસર અન્ય…

  • શિયાળામા વાળની સંભાળ રાખવા માટે આ રહ્યા ખાસ ઉપાયો

    શિયાળામાં રાખો આ રીતે  વાળની ખાસ સાર સંભાળ શિયાળાની સીઝનમાં વાતાવરણ બહુ જ ડ્રાય બની જાય છે  સ્કિનની સાથે સાથે વાળને પણ ખાસ પ્રકારની સારસંભાળની જરૂર પડતી હોય છે. શિયાળા દરમિયાન વાળને હેર ફોલ, ડેન્ડ્રફ, દ્વિમુખી વાળ અને ડ્રાય હેર જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. શિયાળામાં આપણે સ્કિનની તો કાળજી લઈએ છીએ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles