ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • માસપેશી અને સ્નાયુઓને મજબૂત બનાવવા અશ્વગંધા તેલની માલિશ

    બધાનો એક જ પ્રશ્ન માલીશ માટે ઉત્તમ તેલ કયું? આજ કાલ દરેક મહિલાઓને પ્રસુતિ બાદ કમરના દુખાવા, પગના દુખાવા થવા સામાન્ય થઇ ગયા છે પરંતુ આ તેલની માલીસ જો પ્રસુતિ બાદ કરવામાં આવશે તો શરીરના મસલ્સ અને સ્નાયુઓ મજબુત બનશે અશ્વગંધા તેલની માલિશ મસલ્સને મજબૂત બનાવવામાં મદદ કરે છે  પ્રસૂતિ પછી મહિલાઓમાં વાત સાથે સંબંધિત…

  • કેન્સરની એક જીવંત દવાથી કેન્સરની સારવાર

    ગોફણ, નથી સાંભળ્યોને આ શબ્દ? બાજરી કે એવા કોઇ અનાજના ખેતરમાં ડૂંડા પર બેસીને ચણતાં ચકલી જેવાં પક્ષીઓનાં વૃંદને ઉડાડવા માટે ખેડૂતો ગોફણનો ઉપયોગ કરતા. હવે નથી રહી ગોફણ કે નથી રહ્યા ચકલીઓના ચીં….ચીં….કરતા સંગીતમય ગાન કારણ કે ચકલીઓ જ રહી નથી. જ્યારથી જંતુનાશક દવાઓ (પેસ્ટિસાઈડ્ઝ) વપરાતી થઈ ત્યારથી જંતુઓ-કીટકો ન રહ્યાં, ચકલીઓ વગેરે પક્ષીઓનો…

  • તમારા બાળકોમાં આ લક્ષણો દેખાય તો ચેતજો…બાળપણમાં પણ થઇ શકે છે ડાયાબીટીસ

    તમારા બાળકોમાં આ લક્ષણો તો નથી ને તે ખાસ ધ્યાન રાખજો? આ આપણા દેશમાં મેદસ્વી લોકોને હેલ્થી ગણવામાં આવે છે . ભારે વજન અને ગોલમઢેલ વ્યક્તિને સુખી સંપન્ન ગણવામાં આવે છે . આજે આ લોકોમાં માનસિકતા બદલવાની ખાસ  જરૂર છે. જો તમારું બાળક પ્રી ટીનેજ , કૈનેજ અથવા યંગ એડલ્ટ હોય અને તે મેદસ્વી બની…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles