ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • મગ દાળનો હલવો, સુખડી, ચોખાની ખીર બનાવવાની રીત 

    મગ દાળનો હલવો બનાવવા જરૂરી સામગ્રી: ૧ કપ મગ ની મોગર દાળ, ૧.૫ કપ ઘી, ૧.૫ કપ ખાંડ, ૫૦૦ ગ્રામ દૂધ, ૨-૩ ચમચી પિસ્તા ની કતરણ, ૧ ચપટી કેસર, ૧ ચમચી ઇલાયચી પાઉડર સૌપ્રથમ દાળને ધોઈને ત્રણ-ચાર કલાક માટે પલાળી મુકવી. દાળ પલડી જાય એટલે તેને મિક્સરમાં પીસી લેવી. હવે એક પેનમાં ઘી લઈ તેમાં પીસેલી દાળ…

  • શું તમે પણ એક વખત બનાવેલી ચા ને ફરી વખત ગરમ કરીને પીવો છો તો જરૂર વાંચજો

    દરેક ભારતીયો ચા ન પીવે ત્યાં સુધી આંખ ન ઉઘડે દરેક ની સવારની શરૂઆત ગરમા ગરમ ચા થી જ થતી હોય છે ચા એક પ્રકારનો નશો અપાવે છે મગજ શાંત કરે છે તેમજ કામમાં સ્ફ્રુતી લાવે છે. ઘણા બધા એવા લોકો હોય છે જે આખા દિવસમાં બે- ત્રણ વાર ચા પિતા હોય છે અને જો ચા ન મળે તો માથું દુધે છે. શું તમે પણ એક વખત બનાવેલી ચાને…

  • તમારે આખી જિંદગી સ્વસ્થ રહેવું છે તો ખાવ પલાળેલા આના ૧૦ દાણા

    દ્રાક્ષમાં રહેલા  વિશિષ્ટ તત્વો : દ્રાક્ષમાં દ્રાક્ષશર્કરા (ગ્લુકોઝ), ટાર્ટરિક એસિડ, સાઇટ્રિકએસિડ, સોડિયમ અને પોટેશિયમ ક્લોરાઈડ, પોટેશિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ રહેલાં છે આ ઉપંરાત દ્રાક્ષ એન્ટિઓકિસડન્ટ પણ છે. મુનક્કા -કિસમિસ (સૂકી દ્રાક્ષમાં) કેલ્શિયમ, મેગ્નેશિયમ પોટેશિયમ, ફોસ્ફરસ અને લોહ તત્વ રહેલાં છે. રેસિન, વિટામીન-A, વિટામીન- B6, વિટામીન – B12 અને સાકર (સુગર) પણ હોય છે. દ્રાક્ષમાંનો રસ અને…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles