ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • પેંડા બનાવવાની અલગ અલગ વેરાયટી

    કેમ છો મિત્રો અત્યાર શ્રાવણ માસ ચાલી રહ્યો છે એટલે અનેક તહેવારો આવશે અને હવે નજીકમાં જ રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે  આ રક્ષાબંધનના તહેવારમાં બજારના પેંડા લેવા કરતા ઘરેજ પેંડા બનાવજો તમારો ભાઈ ખુબ ખુશ થઇ જશે  માવા બદામના પેંડા બનાવવા માટે જરૂરી સામગ્રી નોંધી: 300 gm મોરો માવો, 200 ગ્રામ ખાંડ, 1 ટે સ્પૂન મિલ્ક પાવડર, 2 ટી સ્પૂન એલચી પાવડર, બદામ જરૂર મુજબ, 2 ટી સ્પૂન ધી બદામના પેંડા બનાવવા માટે સ્ટેપ બાય સ્ટેપ માહિતી: સૌ પથમ માવો લેવો અને માવા ને ખમણીની…

  • ઘરે કુકરમાં બનાવો પીઝાનો રોટલો અને વેજીટેબલ પીઝા |

    મોટા ભાગના લોકો પીઝા ઘરે બનાવે પંતુ પીઝા બેઇઝ એટલે કે પીઝાનો રોટલો દુકાનેથી લઈ આવે છે અને એ પણ મેંદાના લોટનો પંતુ આજે આપણે ઘઉંના લોટ ના ઇન્સ્ટન્ટ પીઝા ના રોટલા બનાવાની રીત શીખીશું . જે કુકર માં સરળતા થી બની જાય છે અને ઓવન માં પણ બનાવી શકાય છે. એક વાર તમે ઘરે…

  • ફુદીનાની, ખજુરની, લીલી ચટણી, મીઠી ચટણી, નારિયેળની ચટણી બનાવવાની રીત

    ફુદીનાની ચટણી: ફૂદીનાની ચટણી બનાવવા માટે જરૂરી સામગ્રી : 1 કપ સમારેલી કોથમીર, 1/4 કપ ફુદીનો, 5-6 લીલા મરચાં, 1 ટેબલ સ્પૂન લીંબુ નો રસ, , 1 ટેબલ સ્પૂન દાળીયા, 1 ટી સ્પૂન મરી, 1 ટી સ્પૂન શેકેલું જીરુ, 1 ટી સ્પૂન સંચળ પાવડર, 2 ટેબલ સ્પૂન તેલ, મીઠું સ્વાદ મુજબ, 4-5 બરફના ક્યુબ ફુદીનાની ચટણી બનાવવાની રીત: સૌપ્રથમ કોથમીર અને ફુદીનાની સારી રીતે ધોઈ લેવો…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles