ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • વજન ઘટાડવા માટે લેમન ટી વધુ અસરકારક કે ગ્રીન ટી જાણવા અહી ક્લિક કરો

    Lemon tea બનાવવાની રીત – ટી શરીરની પાચનક્રિયા મજબૂત બનાવવામા ખૂબ લાભદાયી નિવડે છે . લીંબુ ચામાં આદુ , તજ , તુલસીના પાન વગેરે નાખવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે . આમ લેમન ટી અને ગ્રીન ટીન . રારખામણી કરતાં પાચનક્રિયા મજબૂત બનાવવા , તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવા લેમન ટીનો ઉપયોગ શરીર માટે વધુ હિતાવહ…

  • ઉપયોગ આવે તેવી ઘરગથ્થું ૧૧ ટીપ્સ

    (1) પનીરને લાંબા સમય સુધી સાચવી રાખવા માટે પનીર ને પાણી માં રાખી ને મુકવા થી જલતી બગડતું નથી અને લાંબા સમય સુધી તાજું રહે છે અને તમેન બીજી વખત પણ ઉપયોગ કરી શકોછો……..(2) કચોરી ફાટ્યા વગર ક્રીશ્પી બનાવવા’ તમે બાળકો માટે ઘરે કચોરી બનાવો છો અને કચોરી તળતી વખતે એકદમ કાચોરીને ક્રીશ્પી બનાવવા માંગો…

  • ઓપરેશન વગર પેશાબની કોઈપણ તકલીફમાં ઘરે કરો આ ઉપચાર

    પેશાબ ( ૧ ) સવાર – સાંજ ભોજન પછી બન્ને પાકાં કેળાં ખાવાથી વધુ પડતો પેશાબ થવાની તકલીફ મટે છે . ( છાંટ પડેલાં કેળાં બરાબર પાકેલાં ગણાય . ) ( ૨ ) બોરડીનાં કુમળાં પાન અને જીરુ મેળવી પાણીમાં ઘંટી તેનો રગડો કરી ગાળીને પીવાથી ગરમીથી રોકાયેલો પેશાબ સાફ ઉતરે છે . ( ૩…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles